News of Sunday, 9th November 2025
દિલ્હી એરપોર્ટની ટ્રાફિક સિસ્ટમ્સ પર સાયબર હુમલાની શંકા: ૧૨ કલાક ફ્લાઇટ ઓપરેશન ઠપ્પ રહ્યું
સિસ્ટમ્સમાં અચાનક અને એકસાથે આવેલી ખરાબીને કારણે આ કોઈ ટેક્નિકલ ખામી નહીં પરંતુ સાયબર એટેક જ હોવાની પ્રબળ શંકા

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક સિસ્ટમ્સમાં અચાનક આવેલી ખામીને કારણે ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર ખામીને કારણે લગભગ ૧૨ કલાક સુધી ફ્લાઇટ ઓપરેશન્સ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું, જેના કારણે સેંકડો ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સિસ્ટમ્સમાં અચાનક અને એકસાથે આવેલી ખરાબીને કારણે આ કોઈ ટેક્નિકલ ખામી નહીં પરંતુ સાયબર હુમલો હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, જેથી આ ખામીનું ચોક્કસ કારણ જાણી શકાય
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
