News of Sunday, 9th November 2025
દિલ ધ્રુજાવી દેનારો પારિવારિક કિસ્સો: પુત્રીએ જ સગી માતાને અઢી વર્ષ સુધી બંધક બનાવી, માર મારતી: પોલીસે રેસ્ક્યૂ કર્યું
પાડોશીઓની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધ માતાને પુત્રીના કબજામાંથી મુક્ત કરાવી ફોટા

એક માનવતાને શરમાવે તેવી ઘટનામાં, એક પુત્રીએ પોતાની સગી વૃદ્ધ માતાને છેલ્લા ૨.૫ (અઢી) વર્ષથી બંધક બનાવીને રાખી હતી. માતાને ખોરાક આપતી નહોતી અને નિયમિતપણે શારીરિક ત્રાસ આપતી હતી.
આ ક્રૂરતાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે જાગૃત પાડોશીઓએ પોલીસને જાણ કરી. પાડોશીઓની માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વૃદ્ધ માતાને પુત્રીના કબજામાંથી મુક્ત કરાવી હતી.
પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરાયેલી માતાએ ધ્રુસકે ધ્રુસકે રડતા જણાવ્યું કે, તેની પુત્રી તેને ખાવાનું નહોતી આપતી અને અવારનવાર 'લાત-જૂતોથી મારતી' હતી. પોલીસે આ ક્રૂર પુત્રી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સંબંધોની સંવેદનહીનતા અને વૃદ્ધો પ્રત્યેના દુર્વ્યવહારના કિસ્સાને ઉજાગર કર્યો છે.(પ્રતીકાત્મક તસ્વીર)
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
