<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th November 2025

પંચમઢીમાં રાહુલ ગાંધીનો આક્રોશ: મોદી-શાહ અને મુખ્ય ચૂંટણી અધિકારી - સીઈસી લોકતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે: હરિયાણામાં ૨૫ લાખ વોટ ચોરાયા

મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાને 'વોટ ચોરી' પર ઢાંકપિછોડો કરવાની વ્યવસ્થા ગણાવી

પચમઢી/મધ્ય પ્રદેશ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના પચમઢીમાં કોંગ્રેસના કાર્યકરોની તાલીમ શિબિરમાં હાજરી આપીને કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ (ઈસી) પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે ફરીથી 'વોટ ચોરી'નો ગંભીર આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ દાવા સાથે કહ્યું કે લોકતંત્ર અને બંધારણ પર મોટો હુમલો થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર 'સંયુક્ત ભાગીદારી'થી કામ કરી રહ્યા છે. તેમણે ચોક્કસ આંકડો આપતા કહ્યું કે માત્ર હરિયાણા રાજ્યમાં જ ૨૫ લાખ વોટ ચોરાયા છે અને દરેક ૮ વોટમાંથી ૧ વોટની હેરાફેરી થઈ છે.

તેમણે એસઆઈઆર' એટલે કે મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારણાને 'વોટ ચોરી' પર ઢાંકપિછોડો કરવાની વ્યવસ્થા ગણાવી હતી. રાહુલ ગાંધીના આ આક્ષેપોથી રાજકીય ક્ષેત્રે હલચલ મચી ગઈ છે.


 

(8:52 PM IST)