<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

રિલાયન્‍સના સુપ્રિમો મુકેશ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કર્યા

નાથદ્વારામાં વરિષ્ઠ નાગરિકો તથા વૈષ્‍ણવ યાત્રીઓ માટે રૂા.૫૦ કરોડના ખર્ચે ૨૦૦ રૂમના આધુનિક ‘વરિષ્ઠ સેવા સદન'ની જાહેરાત, મંદિરને રૂા. ૧૫ કરોડનું દાન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૦: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ શુક્રવારે સાંજે નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શન કર્યા હતા. તેમણે મંદિરને રૂા. ૧૫ કરોડનું દાન અર્પણ કર્યું અને વરિષ્ઠ નાગરિકો તથા વૈષ્‍ણવ યાત્રીઓની સુવિધા માટે રૂા. ૫૦ કરોડથી વધુના ખર્ચે ૧૦૦ રૂમના આધુનિક ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન'ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્‍ટ આગામી ૩ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

વિગતવાર જોઈએ તો રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ શુક્રવારે સાંજે પવિત્ર યાત્રાધામ નાથદ્વારાની મુલાકાત લીધી હતી. તેમણે શ્રીનાથજી ભગવાનની ભોગ આરતી ઝાંખીના દિવ્‍ય દર્શનનો લાભ લીધો હતો. આ શુભ અવસરે તેમણે શ્રીનાથદ્વારા મંદિરને ઈં ૧૫ કરોડનું દાન અર્પણ કર્યું હતું.

દર્શન બાદ શ્રી મુકેશ અંબાણી મોતી મહેલ ગયા હતા, જ્‍યાં તેમણે તિલકાયત પુત્ર ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શ્રી વિશાલબાવા સાહેબે પરંપરાગત રીતે રજાઈ અને ઉપરણા ઓઢાડી શ્રી મુકેશ અંબાણીનું સ્‍વાગત કર્યું હતું. બંને વચ્‍ચે આશરે અડધો કલાક સુધી વિવિધ વિષયો પર ચર્ચા ચાલી હતી.

આ મુલાકાત દરમિયાન, શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં આવતા હજારો યાત્રીઓ અને ખાસ કરીને વરિષ્ઠ વૈષ્‍ણવોની સુવિધા માટે એક આધુનિક ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન'ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્‍ટનો અંદાજિત ખર્ચ રૂા. ૫૦ કરોડથી વધુ છે અને તે આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

જાહેરાત મુજબ, આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં ૧૦૦થી વધુ રૂમ હશે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મોટી ઉંમરના વૈષ્‍ણવો અને આગંતુક ભક્‍તોને સુરક્ષિત, આરામદાયક અને ગરિમાપૂર્ણ નિવાસની સુવિધા પૂરી પાડવાનો છે. આ સદનમાં ૨૪ કલાક કાર્યરત મેડિકલ યુનિટ, ર્નસિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્‍સંગ અને પ્રવચન માટે વિશાળ હોલ તેમજ પુષ્ટિમાર્ગીય થાળ-પ્રસાદ પ્રણાલિ પર આધારિત પરંપરાગત ભોજનાલયનો પણ સમાવેશ કરવામાં આવશે.

આ પવિત્ર પહેલને પૂજ્‍ય શ્રી વિશાલબાવા સાહેબની દિવ્‍ય પ્રેરણા અને શ્રી અનંત અંબાણીના સમર્પિત પ્રયાસોથી વેગ મળ્‍યો છે.

ચર્ચા દરમિયાન, શ્રી મુકેશ અંબાણીએ શ્રી વિશાલબાવાને વિનંતી કરી હતી કે, સમગ્ર પ્રોજેક્‍ટ દરમ્‍યાન પુષ્ટિમાર્ગની પવિત્રતા અને ગૌરવ સર્વોપરી રહે તે સુનિヘતિ કરાય. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ‘આપણને વૈષ્‍ણવ હોવાનું ગૌરવ હોવું જોઈએラજે સનાતન હિંદુ ધર્મ અને આચાર્ય પરંપરાનું અનુસરણ કરે છે.'

આ પ્રસંગે પૂજ્‍યશ્રી વિશાલબાવાએ પણ શ્રી અનંત અંબાણીની દીર્ઘદૃષ્ટિપૂર્ણ પહેલ ‘વનતારા'ની પ્રશંસા કરતાં તેને અદ્વુત, અનન્‍ય અને વિશ્વભરમાં પ્રશંસા પામેલા સર્જન તરીકે વર્ણવ્‍યું હતું. ભગવાન શ્રીનાથજીની કળપાથી આ નવું સેવા સદન નાથદ્વારામાં કરુણા અને સેવાના શાશ્વત મૂલ્‍યોને સમર્પિત એક સીમાસ્‍તંભ સાબિત થશે.

(3:56 PM IST)