News of Monday, 10th November 2025
થાણેમાં પત્નિએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી

થાણે, તા.૧૦: મહારાષ્ટ્રમાં થાણેમાં ઈન્દૌરના રાજા રઘુવંશી જેવો હત્યાકાંડ સર્જાયો છે. અહીં ત્રણ બાળકોની માતા એવી એક મહિલાએ પરણિત પ્રેમી સાથે મળીને પોતાના પતિનું ગળું દબાવીને હત્યા કરી દીધી. એટલું જ નહીં જ્યારે પતિએ બચવાનો પ્રયાસ કર્યો તો તેની મારપીટ પણ કરી હતી. ત્યાર પછી પતિનો મળતદેહ ઉલ્હાસ નદીમાં ફેંકી દીધો હતો.
પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. બદલાપુર પ?મિમાં રહેતા ૪૪ વર્ષીય વેપારી કિશન પરમાર - પોતાની પત્ની મનીષા અને ત્રણ બાળકો સાથે રહેતો હતો. કિશનને વેપારના કામકાજ માટે વારંવાર શહેરની બહાર જવું પડતું હતું. તેની પત્ની એ જ બિલ્ડિંગમાં રહેતા પરણિત વ્યક્તિ લક્ષ્મણ ભોઇર (૩૬)ના પ્રેમમાં પડી ગઈ. શુક્રવારે કિશન ઊંઘી રહ્યો હતો, ત્યારે પત્નીએ પ્રેમી સાથે મળીને ગળામાં રસ્સી બાંધીને હત્યા કરી દીધી હતી.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
