<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ડ્રગ માફિયાના ઘરે પોલીસે રેડ પાડી : આખા રૂમમાં નોટો ભરેલી હતી, મશીનથી ગણવામાં ૨૪ કલાક લાગ્‍યા

પ્રતાપગઢ પોલીસે નશા તસ્‍કર રાજેશ મિશ્રાની કાળી કમાણીનો પર્દાફાશ કર્યો છે : રાજેશ જેલમાં બંધ હોવા છતાં ઘરેથી નશા તસ્‍કરીનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો

પ્રતાપગઢ તા. ૧૦ : ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક મા-દીકરીની જોડી ખૂબ જ જાહોજલાલીવાળી જિંદગી જીવતા હતા. કોઈ પણ વસ્‍તુની કમી નહોતી. રૂમ આખો રૂપિયાથી ભરેલો હતો. સૌ કોઈ તેમની અમીરી જોઈને ચોંકી જતા હતા. સવાલ ઉઠાવતા હતા કે આખરે આ લોકો કરે છે શું? એક દિવસ જયારે પોલીસ તેમના ઘરે પહોંચી અને અંદરનો નજારો જોયો તો તેમના હોશ ઊડી ગયા. ચારેતરફ રૂપિયા જ રૂપિયા હતા. સોના-ચાંદીથી લઈને રોકડા રૂપિયાથી આખો રૂમ ભરેલો હતો. નોટ એટલી વધારે હતી કે ગણતા ગણતા સાહેબ લોકોના પરસેવા છૂટી ગયા. જયારે પોલીસે કમાણીની ટ્રિક જાણી તો આખા મામલાની પોલ ખુલી ગઈ. આવો જાણીએ શું છે આ મામલો.

હકીકતમાં જોઈએ તો, પ્રતાપગઢ પોલીસે નશા તસ્‍કર રાજેશ મિશ્રાની કાળી કમાણીનો પર્દાફાશ કર્યો છે. રાજેશ જેલમાં બંધ હોવા છતાં ઘરેથી નશા તસ્‍કરીનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો. પોલીસે જણાવ્‍યું કે શનિવાર સવારે માનિકપુર વિસ્‍તારના મૂંદીપુર ગામમાં રાજેશ મિશ્રાના ઘરે દરોડા પાડ્‍યા. ઘરમાં એટલા રોકડ રૂપિયા અને નશાનો પદાર્થ મળ્‍યો કે પોલીસને નોટ ગણવા માટે મશીન મગાવવી પડી. ૨૪ કલાક સુધી ચાલેલી આ કાર્યવાહીમાં પોલીસે લગભગ ૧ કરોડ, ૧ લાખ રૂપિયા રોકડા, ૧ કરોડ ૧૫ લાખ રૂપિયાનું સ્‍મેક અને ૬ કિલો ગાંજો જપ્ત થયો છે. નોટોની ગણતરીમાં ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયાની નોટ મળી આવી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, રાજેશ મિશ્રાને મહિના પહેલા ગાંજા અને સ્‍મેક સાથે ધરપકડ કર્યો હતો અને ૩ કરોડ રૂપિયાની સંપત્તિ પણ ગેંગસ્‍ટર એક્‍ટ અંતર્ગત જપ્ત થઈ ચૂકી છે. જેલ ગયા બાદ તેની પત્‍ની રીના મિશ્રા, દીકરી કોમલ મિશ્રા અને દીકરો વિનાયક મિશ્રાએ નશાનો ધંધો સંભાળી લીધો. રીના મિશ્રા પર ગેંગસ્‍ટર અને એનડીપીએસ એક્‍ટમાં સાત કેસ નોંધાયેલા છે. તો વળી દીકરા વિનાયક પર પણ એનડીપીએસ એક્‍ટ સહિત કેટલીય ધારાઓમાં ફરિયાદ નોંધાયેલી છે.

પોલીસે આ કાર્યવાહીમાં રાજેશ મિશ્રાના પરિવારના ત્રણ સભ્‍યો ઉપરાંત ગામના અજીત અને યશ મિશ્રાની પણ ધરપકડ કરી છે. તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. પોલીસે જણાવ્‍યું કે, આ ટોળકી જેલની અંદરથી નશાની તસ્‍કરીનું કામ ચલાવી રહ્યા હતા. આખા ઘરમાં નોટો અને નશાની સામગ્રીનો ભંડાર ભર્યો હતો. નોટોની ગણતરી મશીનથી કરવા છતાં ૨૪ કલાક સુધી ગણતરી ચાલી હતી. પોલીસે તેને પ્રતાપગઢની સૌથી મોટી નશા તસ્‍કરીનો મામલો ગણાવ્‍યો હતો.

(11:02 AM IST)