News of Monday, 10th November 2025
બેંગલુરુ એરપોર્ટ પર સામૂહિક નમાજઃ ભાજપે સિદ્ધારમૈયા પર પ્રહારો કર્યા
ભાજપે કહ્યું છે કે આ કોંગ્રેસ સરકારના બેવડા ધોરણોને ઉજાગર કરે છે, સિદ્ધારમૈયા સરકાર RSS પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે

બેંગલુરુ, તા.૧૦: બેંગલુરુ એરપોર્ટ પર સામૂહિક નમાજ અંગે રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ ૨ પર કેટલાક લોકો સામૂહિક નમાજ અદા કરતા હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ભાજપનું કહેવું છે કે સિદ્ધારમૈયાની સરકાર RSS પર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે, પરંતુ તે જાહેર સ્થળોએ આવી ધાર્મિક પ્રવળત્તિઓને સમર્થન આપે છે. આ સિદ્ધારમૈયાના બેવડા ધોરણો દર્શાવે છે.
અહેવાલો અનુસાર, મક્કા જનારા મુસાફરો ટર્મિનલ ૨ પર નમાજ અદા કરી રહ્યા હતા. જોકે, નમાજ અદા કરવા માટે ટર્મિનલની અંદર એક અલગ હોલ બનાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે નમાજ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને એરપોર્ટ સ્ટાફ હાજર હતા. જોકે, કોઈએ તેમને અંદર જઈને નમાઝ પઢવાનું કહ્યું નહીં.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા ભાજપના નેતા વિજય પ્રસાદે પૂછયું, બેંગલુરુ એરપોર્ટના ટર્મિનલ ૨ પર આ માટે કોણે પરવાનગી આપી? આદરણીય મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે આ પરવાનગી આપી? શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ ઝોનમાં નમાઝ પઢવા માટે પૂર્વ પરવાનગી લીધી હતી? તેમણે પૂછયું, કોંગ્રેસ પાર્ટીના ય્લ્લ્ કાર્યક્રમો, પથ સંચલન અને શાખાઓમાં શું સમસ્યા છે? કોંગ્રેસ સરકાર આવી બાબતો પ્રત્યે આંખ આડા કાન કરે છે, જે એક ગંભીર મુદ્દો છે.
કર્ણાટક સરકારે એરપોર્ટ પર કોઈપણ ધાર્મિક કે રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આમાં ય્લ્લ્ પ્રવળત્તિઓનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં, કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ સિદ્ધારમૈયાને પત્ર લખીને જાહેર સ્થળોએ ય્લ્લ્ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમની માંગને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે દેશમાં સંઘર્ષનું વાસ્તવિક મૂળ RSS અને BJP છે.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
