News of Monday, 10th November 2025
ગુજરાતમાં આ વર્ષે કડકડતી ઠંડી માત્ર ૩૦ દિવસ માટે જ અનુભવાશે?
આ શિયાળો ૨૦ દિવસ મોડો શરૂ થયાઃ ટૂંકા શિયાળા માટે અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું પ્રમાણ અને ગ્લોબલ ર્વોમિંગ જવાબદાર બનશેઃ સ્કાયમેટ : હવામાનના પૂર્વાનુમાન મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છેઃ નલિયામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે : સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી શિયાળો બેસી જતો, પરંતુ તેમાં વિલંબ થયો છેઃ અગાઉ ૯૦ દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે

નવી દિલ્હી તા. ૧૦ : સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવત સાથેની ખાસ વાતચીતમાં સામે આવ્યું કે ગુજરાતમાં આ વર્ષે કડકડતી ઠંડીનો સમયગાળો ઘટીને માત્ર ૩૦ દિવસનો થઈ જશે.
સામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી શિયાળો બેસી જતો, પરંતુ આ વર્ષે ૨૦ દિવસનો વિલંબ થયો છે.
અગાઉ ૯૦ દિવસ સુધી અનુભવાતી તીવ્ર ઠંડી હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી એટલે કે ૩૦ દિવસ માટે જ રહેશે તેમ પલાવત કહે છે.
અરબી સમુદ્રમાં નીચા દબાણનું વધતું નિર્માણ, અકાળે વરસાદ અને ગ્લોબલ ર્વોમિંગના કારણે શિયાળાની મોસમ ટૂંકાઈ છે.
હાલમાં જ આવેલ બે ચક્રવાતની અસરને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેનાથી શિયાળાની શરૂઆતમાં અસર થઈ.
કચ્છ-સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં વધુ ઠંડી રહેશે, જોકે નલિયા જેવા સ્થળોએ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને મગફળી અને ડુંગળીના પાકમાં ભારે નુકસાન થયું છે.
કચ્છ કરતાં વધુ ઠંડી : હવામાનના પૂર્વાનુમાન મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ કરતાં ગુજરાતના અન્ય ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે. નલિયામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
ગુજરાતમાં શિયાળાની મોસમમાં આヘર્યજનક ફેરફારો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ક્લાઇમેટ ચેન્જને મુખ્ય પરિબળ ગણાવ્યું છે.
તાપમાનમાં વધારો મધ્ય જાન્યુઆરીથી તાપમાનમાં વધારો થતો જોવા મળશે. આ પરિસ્થિતિમાં શિયાળો મોડો શરૂ થાય છે અને વહેલો પૂરો થાય છે.
ગુજરાતમાં ટૂંકા શિયાળાનો વિશેષ અહેવાલઃગુજરાતમાં આ વર્ષે ઠંડીની મોસમનું સ્વરૂપ બદલાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ગ્લોબલ ર્વોમિંગ, અરેબિયન સી (અરબી સમુદ્ર) પર વધતું નીચા દબાણ અને કમોસમી વરસાદના કારણે શિયાળાનો સમયગાળો ટૂંકાઈ ગયો છે. સ્કાયમેટ વેધરના વાઇસ -ેસિડેન્ટ મહેશ પલાવત સાથેની અંગ્રેજી અખબારની ખાસ વાતચીતમાં આ અંગે મહત્ત્વની વિગતો જાણવા મળી છે.
ઠંડીની અવધિમાં મોટો ઘટાડોઃ સામાન્ય રીતે ગુજરાતમાં ઓક્ટોબર-નવેમ્બરની શરૂઆતથી જ ઠંડીની અનુભૂતિ થવા લાગતી અને તે જાન્યુઆરીના અંત સુધી એટલે કે લગભગ ૯૦ દિવસ સુધી રહેતી. પરંતુ આ વર્ષે ગંભીર ઠંડીનો સમયગાળો ઘટીને માત્ર ૩૦ દિવસનો થઈ ગયો છે.
શિયાળો મોડો મહેશ પલાવતના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં પણ ૫ નવેમ્બરથી ઠંડીની યુનિફોર્મ શરૂ થઈ જતી, પણ આ વખતે શિયાળો ૨૦ દિવસ મોડો પડ્યો છે.
હવે કયારે ઠંડી : ? તીવ્ર ઠંડીનો સમયગાળો હવે માત્ર મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના -થમ સપ્તાહ સુધી જ રહેશે. નવેમ્બરના અંત સુધીમાં કડકડતી ઠંડી બેસી જવાની શકયતા છે.
હવામાનમાં આવેલા મોટા ફેરફાર્રાં
તાજેતરમાં ગુજરાતનું હવામાન એવું હતું કે લોકોને ઘરની બહાર નીકળતી વખતે રેઈનકોટ પહેરવો કે સ્વેટર, તેની મૂંઝવણ થતી હતી.
કમોસમી વરસાદે દિવાળી પછી કમોસમી વરસાદે પ્રવેશ કર્યો, જેનાથી શિયાળાની મોસમ અસરગ્રસ્ત થઈ. આ કમોસમી વરસાદનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેણે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોએ મગફળી અને ડુંગળીના પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે.
બીજો ઉનાળો સામાન્ય રીતે ઓક્ટોબરમાં (ભાદરવામાં) ગુજરાતમાં ખૂબ જ ઊંચું તાપમાન રહે છે, જેને હવામાનની દૃષ્ટિએ બીજો ઉનાળોઃકહેવામાં આવે છે. જો કે આ વખતે પહાડોમાં ૬ ઓક્ટોબરથી જ બરફવર્ષા શરૂ થઈ ગઈ, જેની અસર મધ્ય ભારત અને ગુજરાત સુધી પણ જોવા મળી.
પ્રાદેશિક ઠંડીનો અંદાજ
ગુજરાતમાં મુખ્યત્વે બે પ્રદેશો છે - સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશ.
કચ્છ-સૌરાષ્ટ્રેઅપેક્ષા કરતા ઓછી ઠંડી રહેશે.
ગુજરાત પ્રદેશે આ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.
નલિર્યાં નલિયા એક એવું સ્થળ છે જ્યાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
