News of Monday, 10th November 2025
સિયાચીનની માઇનસ ૫૦ ડીગ્રીમાં જવાનો ભોજન કઇ રીતે કરે છે?
આટલી ઠંડીમાં ખાદ્ય પદાર્થો હથોડીથી પણ ન તુટે તેટલા કઠણ થઇ જાય છે !

નવી દિલ્હીઃ તા.૧૦: સિયાચીન ગ્લેશીયર વિશ્વનો સૌથી ઉંચો યુધ્ધ વિસ્તાર છે. અહી માઇનસ ૫૦ ડિગ્રી સુધી તાપમાન ગગડી જાય છે. અહિ જવાનો માત્ર ઠંડીનો સામનો કરવાની સાથે પાણીના એક-એક ટીપા માટે પણ કવાયત કરવી પડે છે.
હાલમાં સોશ્યલ મિડીયામાં એક વિડીપો વાયરલ થયો છે. જેમાં સીયાચીનમાં તૈનાત ભારતીય સૈનીક પોતાના દરરોજના ફુડને તૈયાર કરવા માટે જુગાડ કરતા દર્શાય છે. વિડીયોમાં ઇંડા, શાક અને ટમેટા એટલા કઠણ થઇ ચૂકયા હોય છે કે તેને હથોડીથી પણ તોડી શકાય તેમ નથી. પીવા માટે પાણી નથી. મીનરલ વોટર પણ જામી ગયું છે. તેને આગમાં ગરમ કરી પીવા યોગ્ય બનાવવામાં આવે છે. પણ આગ સળગાવવી માની એટલી સરળ સિયાચીનમાં નથી હોતી!
રિપોર્ટ મુજબ જવાનોને ભોજનને સુરક્ષીત રાખવા માટે વેકયુમ પેકીંગ આપવામાં આવે છે. કયારેક - કયારેક તાપમાન એટલું નિચે ચાલ્યુ જાય છે કે પેકડ ફુડ પણ કઠણ બરફ બની જાય છે. આવી સ્થિતિમાં ગરમ પાણી કરવા ગેસ અથવા કેરોસીન સ્ટવનો ઉપયોગ કરવામાં આવે છે. કયારેક આ લીકવીડ પણ જામી જાય છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
