<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

સ્‍કૂલમાં ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ

પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્‍યાં: હાલત ગંભીર

મૈસુર, તા.૧૦: કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમની એક પ્રતિષ્ઠિત સ્‍કૂલમાં રેગિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. અહીં ધોરણ ૮માં અભ્‍યાસ કરતા ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ સહપાઠીઓએ સ્‍કૂલ પરિસરમાં જ મારપીટ કરી હતી જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત વિદ્યાર્થીની હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.  મીડિયા અહેવાલ પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીને રોજ હેરાન કરતા હતા અને તેને પૈસા અને મોબાઈલ ફોન લાવવા માટે મજબૂર કરતા હતા. ૨૫ ઓક્‍ટોબરના રોજ ત્રણેય આરોપી વિદ્યાર્થીઓએ પીડિતને સ્‍કૂલના વોશરૂમમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટને ગંભીર રીતે ગંભીર ઈજા પહોંચાડી.

(4:31 PM IST)