News of Monday, 10th November 2025
દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું:રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય
રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે સૂચના

અમદાવાદ : ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, દિલ્હીમાં બ્લાસ્ટ થયા બાદ ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું છે. પોલીસને વાહન ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની પુછપરછ માટે સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવશે. મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાઓને સૂચના આપવામાં આવી છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
