<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th November 2025

ભારતનું સૌથી રહસ્યમય ગામ 'મલાના': જ્યાં ભારતીય કાયદો નહીં પણ 'દેવતા જામઘટ્ટા'નું શાસન ચાલે છે!

હિમાચલના આ ગામમાં બહારના વ્યક્તિને સ્પર્શ કરવો સખત પ્રતિબંધિત, ભૂલથી અડી જાવ તો ₹5,000નો દંડ!

હિમાચલ પ્રદેશ : જો તમે સાહસિક પ્રવાસી છો અને ભારતની અનોખી સંસ્કૃતિને નજીકથી જાણવા માંગો છો, તો હિમાચલ પ્રદેશની પાર્વતી ખીણમાં 10,000 ફૂટની ઊંચાઈ પર આવેલું મલાના ગામ તમારા માટે સૌથી મોટું રહસ્ય અને પડકાર બની શકે છે. આ ગામને માત્ર 'વિશ્વનું સૌથી જૂનું લોકશાહી' કહેવામાં આવે છે, પરંતુ તે એક વિચિત્ર અને કડક નિયમ માટે વિશ્વભરમાં જાણીતું છે: બહારના વ્યક્તિને સ્પર્શ કરવાની મનાઈ!

5,000 વર્ષ જૂની પરંપરા: મલાનાના લોકો પોતાને ગ્રીક યોદ્ધા એલેક્ઝાંડર ધ ગ્રેટના સૈનિકોના વંશજ માને છે. તેમની ભાષા "કણાશી" દુનિયામાં બીજે ક્યાંય બોલાતી નથી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ ગામમાં ન તો ભારતીય બંધારણ કે હિમાચલની પોલીસ લાગુ પડે છે. મલાનાના રહેવાસીઓ ફક્ત તેમના પ્રાચીન દેવતા જામઘટ્ટાના કાયદાઓનું પાલન કરે છે.

સ્પર્શ પ્રતિબંધ અને દંડ: મલાનાના લોકો માને છે કે તેઓ એક શુદ્ધ જાતિના છે અને બહારના લોકો "અસ્પૃશ્ય" છે. જો કોઈ બહારનો વ્યક્તિ તેમને ભૂલથી પણ સ્પર્શ કરી લે, તો આખો સમુદાય અશુદ્ધ થઈ જાય છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ₹5,000 (અગાઉ ₹1,000) નો દંડ અને ગામમાંથી કાયમ માટે બહિષ્કાર પણ થઈ શકે છે.

અહીંના વિચિત્ર નિયમો: મલાનાના લોકોને હાથ મિલાવવાની કે તેમના ઘરને સ્પર્શ કરવાની સખત મનાઈ છે.

જો તમે દુકાનમાંથી કંઈક ખરીદો છો, તો તેઓ તમને દૂરથી વસ્તુ મૂકી દેશે અને તમારે તે જાતે જ ઉપાડવી પડશે.

ગામમાં રાત્રે 8 વાગ્યા પછી બહાર જવાની મનાઈ છે.

ગુનાનો નિર્ણય દેવતા દ્વારા નિયુક્ત 11 સભ્યોની સંસદ દ્વારા કરવામાં આવે છે, જ્યાં ન્યાયના બે રસ્તાઓ છે: ઝેર અથવા સત્યની કસોટી.

ભારતના આ રહસ્યમય ગામના નિયમો આધુનિક દુનિયા માટે આશ્ચર્યજનક છે, પરંતુ તે તેની પ્રાચીન ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાનો એક માર્ગ છે.

 

(10:49 PM IST)