News of Monday, 10th November 2025
લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટ બાદ દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયું
મુંબઈ પોલીસે સાવચેતીના પગલાં તરીકે પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દીધું: ઉત્તરપ્રદેશમાં તમામ મુખ્ય સ્થળો, ધાર્મિક સ્થળો, બજારો અને ભીડવાળા વિસ્તારોમાં કડક દેખરેખ રાખવાનો આદેશ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે
આ ગંભીર ઘટના બાદ સમગ્ર વિસ્તારને પોલીસે કોર્ડન કરી દીધો છે અને સામાન્ય વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. આ ઘટનાને પગલે દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈ પોલીસે સાવચેતીના પગલાં તરીકે પેટ્રોલિંગ અને ચેકિંગ વધારી દીધું છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના તમામ મુખ્ય સ્થળો, ધાર્મિક સ્થળો, બજારો અને ભીડવાળા વિસ્તારોમાં કડક દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
