લાલ કિલ્લા ધમાકો: વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટવાળી 'i20' કારમાં થયો હતો : મૃત્યુઆંક વધીને ૧૩ : કાર માલિક નદીમ ખાનનું નામ સામે આવ્યું
સોમવારે સાંજે ૬:૫૨ કલાકે ગૌરી શંકર મંદિર નજીક થયેલા હાઈ ઇન્ટેન્સિટી બ્લાસ્ટમાં બે ડઝનથી વધુ ઘાયલ : ધમાકા સમયે કારમાં ૩ લોકો સવાર હોવાની માહિતી : ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિનો તાગ મેળવ્યો : NSG-NIA-FSL દ્વારા સઘન તપાસ શરૂ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ વિસ્ફોટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટ (HR 26, ગુરુગ્રામ નોર્થ) વાળી i20 કારમાં થયો હતો. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૩ થયો છે, જ્યારે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.
કાર અને માલિકની વિગતો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના સાંજે ૬:૫૨ વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક આવેલા ગૌરી શંકર મંદિરના ખૂબ જ નજીક થઈ હતી.
* ધમાકામાં ઉપયોગમાં લેવાયેલી i20 કાર નદીમ ખાન નામના વ્યક્તિના નામે રજિસ્ટર્ડ છે.
* પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ સમયે કારમાં ત્રણ લોકો હાજર હતા.
* વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસપાસ ઊભેલા અન્ય વાહનોને પણ મોટું નુકસાન થયું હતું.
સુરક્ષા એજન્સીઓ હરકતમાં
વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ દિલ્હી ફાયર સર્વિસે ૭ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે રવાના કર્યા હતા. પોલીસ અને ફોરેન્સિક ટીમોએ તુરંત જ સ્થળને સીલ કરીને ઘેરાબંધી કરી હતી.
* કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલ્ચા સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
* ત્યારબાદ NSG, NIA અને FSL ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
* અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટના ચોક્કસ કારણો, કારની અંદર હાજર દોષિતો અને તેમના મનસૂબાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હાલમાં સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરીને ફોરેન્સિક પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
