<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

લાલ કિલ્‍લા પાસેના પાર્કિંગમાં એક વ્‍યક્‍તિ ત્રણ કલાક સુધી પોતાની કારની અંદર રહ્યો

દિલ્‍હી વિસ્‍ફોટમાં એક મોટો ખુલાસો : દિલ્‍હી વિસ્‍ફોટની પ્રારંભિક તપાસમાં એમોનિયમ નાઈટ્રેટના કારણે વિસ્‍ફોટ થયો હોવાની પુષ્ટિ

નવી દિલ્‍હી,તા.૧૧: દિલ્‍હી બોમ્‍બ વિસ્‍ફોટમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, લાલ કિલ્‍લા પાસેના પાર્કિગમાં એક વ્‍યક્‍તિ પોતાની કારની અંદર ત્રણ કલાક સુધી રહ્યો. એવું માનવામાં આવે છે કે તેણે જ વિસ્‍ફોટ કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્‍યક્‍તિ ડો. ઉમર મોહમ્‍મદ હોઈ શકે છે, જે ફરીદાબાદમાં આતંકવાદી મોડ્‍યુલનો પર્દાફાશ થયા પછી ફરાર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર બપોરે ૩:૨૦ વાગ્‍યે પાર્કિગમાં આવી હતી અને ૬:૪૮ વાગ્‍યે પાર્કિગમાંથી નીકળી ગઈ હતી. ટ્રાફિક સિગ્નલ પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં વિસ્‍ફોટ થયો.

સૂત્રો સૂચવે છે કે પુલવામાનો ઉમર મોહમ્‍મદ દિલ્‍હી લાલ કિલ્‍લા પર થયેલા બોમ્‍બ વિસ્‍ફોટમાં સામેલ હોઈ શકે છે. ડો. ઉમર મોહમ્‍મદ જૈશ-એ-મોહમ્‍મદ આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલો છે જેનો પર્દાફાશ થયો હતો. તેની પાસેથી ૨૯૦૦ કિલો શંકાસ્‍પદ એમોનિયમ નાઈટ્રેટ વિસ્‍ફોટકો, ટાઈમર, વોકી-ટોકી અને અન્‍ય વસ્‍તુઓ મળી આવી હતી.

અહેવાલો અનુસાર, પુલવામાના રહેવાસી તારીકે ઉમરને કાર વેચી દીધી હતી. તપાસ એજન્‍સીઓ માને છે કે ફરીદાબાદમાં બે સાથી ડોક્‍ટરોની ધરપકડ બાદ ગભરાટમાં ઉમર મોહમ્‍મદે લાલ કિલ્‍લા પાસે બોમ્‍બ વિસ્‍ફોટ કર્યો હતો. જોકે, હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્‍યા નથી. પોલીસ તપાસ કરી રહી છે કે શું તેનું મૃત્‍યુ વિસ્‍ફોટમાં થયું છે. એવી શંકા છે કે ઉમર મોહમ્‍મદ i20 કાર ચલાવી રહ્યો હતો.

સૂત્રો કહે છે કે લાલ કિલ્‍લાની બહાર કારમાં થયેલો વિસ્‍ફોટ આતંકવાદી હુમલો હતો. તપાસ એજન્‍સીઓને શંકા છે કે તે આત્‍મઘાતી બોમ્‍બ વિસ્‍ફોટ હોઈ શકે છે. હરિયાણાની આ કાર પુલવામાના તારીકે ડો. ઉમર મોહમ્‍મદને વેચી હતી. સૂત્રો કહે છે કે આ હુમલો ફરીદાબાદમાં તોડી પાડવામાં આવેલા આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલો છે. તપાસ એજન્‍સીઓને શંકા છે કે શ૨૦ કાર ડો. ઉમર મોહમ્‍મદ ચલાવી રહ્યા હતા. પોલીસ હવે કારની ડ્રાઇવિગ સીટ પર મળેલા મૃતદેહનો ઝફખ્‍ ટેસ્‍ટ કરાવશે જેથી ખાતરી થાય કે હુમલાખોર ઉમર મોહમ્‍મદ હતો કે નહીં. દિલ્‍હી પોલીસ સ્‍પેશિયલ સેલે CCTV ફૂટેજમાંથી અનેક મહત્‍વપૂર્ણ સંકેતો મેળવ્‍યા છે.

(9:57 AM IST)