News of Tuesday, 11th November 2025
દીકરીના પહેલા માસિકચક્રની શરૂઆતનો પરિવારે ઉત્સવ મનાવ્યો
પરંપરાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યોઃ ઘટનાનેસ્ત્રીત્વમાં પગરણ માંડવાની પ્રક્રિયા તરીકે ઊજવી

કાંચી તા.૧૧: માસિકધર્મને લઈને હવે સમાજ ઘણું ખુલ્લાપણું દાખવતો થયો છે. એટલું જ નહીં, આ ઘટના છુપાવવાની નહીં પરંતુ સેલિબ્રેટ કરવાની છે. કેરલામાં રેશમા સુરેશ નામની એક મહિલાએ પણ પોતાની દીકરીને પહેલી વાર પિરિયડ્સ આવ્યા એ ઘટનાનેસ્ત્રીત્વમાં પગરણ માંડવાની પ્રક્રિયા તરીકે ઊજવી હતી. આ માટે તેમણે પરંપરાગત વિધિ કરી હતી અને એ પરંપરાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો જેણે અનેક લોકોનાં દિલ જીતી લીધાં હતાં. વિડિયોમાં જોઈ શકાય છે કે દીકરીને પરંપરાગત વષાો પહેરાવીને તેને દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. એ પછી પરિવારજનો છોકરીને ફૂલની માળા પહેરાવે છે અને આરતી ઉતારે છે. એ પછી છોકરીના શરીર પર હળદરનો લેપ લગાવવામાં આવે છે. એ શુદ્ધતા અને જીવનના નવા ચરણની શરૂઆતનું પ્રતીક છે. એ પછી છોકરી તૈયાર થઈને આવે છે અને પરિવારજનો તેને મીઠાઈ ખવડાવે છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
