<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દીકરાનું અચાનક મૃત્‍યુ થયું, તેનું શબ જોઈને મા પણ હાર્ટ-અટેકથી ઢળી પડી

બુઢાવલી તા.૧૧: ઉત્તર પ્રદેશના બુઢાવલી ગામમાં સેલોં ચલાવતા હરિપ્રકાશ યાજ્ઞિકને ગુરુવારે બપોરે દુકાનમાં કામ કરતી વખતે જ અચાનક છાતીમાં દુખાવો ઊપડ્‍યો. તરત જ તેમને પબ્‍લિક હેલ્‍થ સેન્‍ટરમાં લઈ જવામાં આવ્‍યા. તેમની હાલત ગંભીર હોવાથી તરત ઝાંસીની મોટી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા. જોકે શુક્રવારે સવારે સારવાર દરમ્‍યાન જ તેમનું મૃત્‍યુ થયું. હરિપ્રકાશનો પાર્થિવ દેહ જ્‍યારે શુક્રવારે બપોરે ઘરે લાવવામાં આવ્‍યો ત્‍યારે એ જોઈને તેમનાં મા કિશોરીદેવી બેભાન થઈને ઢળી પડ્‍યાં. લોકો કંઈ સમજે અને સારવાર માટે લઈ જાય એ પહેલાં તો તેમનો પણ જીવ નીકળી ગયો. આખરે મા અને દીકરાની અર્થી એકસાથે ઊઠી હતી.

(10:59 AM IST)