હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

થાણે તા.૧૧: કોરોના મહામારી વખતે ૨૦૨૧માં મહિલા ડોક્ટર સાથે મારપીટ કરી લૂંટ ચલાવવા પ્રકરણે થાણે સેશન્સ કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. તબીબોને ટાર્ગેટ કરી હિસા આચરનારાઓને આ સજાથી કડક સંદેશ મળશે, એવી નોંધ જજે કરી હતી.
એડિશનલ સેશન્સ જજ વસુધા ભોસલેએ આદેશમાં આરોપી રશિદ શકિલ ખાન (૫૬)ને સાત વર્ષની સજા અને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર આર. પી. પાટીલે કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીએ માઝા મૂકી હતી ત્યારે આરોપી ત્રીજી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ડો. ગાયત્રી નંદલાલ જયસ્વાલના ક્લિનિકમાં આરટી-પીસીઆર ટેસ્ટ સંબંધી પૂછપરછને બહાને ગયો હતો. તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ગુસ્સામાં તે ત્યાંથી જતો રહ્યો હતો.
આરોપી થોડા જ સમયમાં પાછો આવ્યો હતો અને હથોડાથી તેણે મહિલા ડોક્ટર પર હુમલો કર્યો હતો. માથામાં હથોડો વાગતાં ડોક્ટર લોહીલુહાણ થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલી ડોક્ટરની સોનાની ચેન, વીંટી, મોબાઈલ ફોન અને પાંચ હજારની રોકડ લૂંટી આરોપી ફરાર થઈ ગયો હતો.
ડોક્ટરને મગજમાં ગંભીર ઇજા પહોંચી હતી. આ કેસમાં ઇજા પહોંચાડવાના અને ચોરી કરવાના ઇરાદાથી ઘાતક શષા સાથે ઘૂસણખોરી, તબીબ વિરુદ્ધ હિસાની વિવિધ કલમો હેઠળ આરોપીને સજા કરવામાં આવી હતી. ડોક્ટરને થયેલી ઇજા ગંભીર પ્રકારની ઇજાની વ્યાખ્યામાં આવે છે, તેમાં શંકાને કોઈ સ્થાન ન હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
હિંસાની જે પ્રવૃત્તિઓને રોકવા અને દંડ કરવા માટે કાયદો ઘડવામાં આવ્યો છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગુનાની ગંભીરતા જોતાં પીડિતાને ન્યાય આપવા માટે દાખલારૂપ સજા થવી જરૂરી છે, જેથી અન્યો પણ આવા ગુના કરવાથી ખચકાટ અનુભવે, એવું કોર્ટે જણાવ્યું હતું.
આ ઘટનાથી ડોક્ટરને શારીરિક અને માનસિક આઘાત લાગ્યો હતો તેથી ભરપાઈ માટે દંડની રકમમાંથી ૧૦ હજાર રૂપિયા ડોક્ટરને ચૂકવવાના નિર્દેશ કોર્ટે આપ્યા હતા. ખટલા દરમિયાન ૧૪ સાક્ષી તપાસવામાં આવ્યા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM