<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

કેન્દ્ર સરકારે 'ડમ્પસાઇટ રેમિડિએશન એક્સિલરેટર' લોન્ચ કર્યું: ૨૦૨૬ સુધીમાં ૮.૮ કરોડ ટન કચરો સાફ કરવાનું લક્ષ્ય

દેશભરના ૨૧૪ જૂના કચરાના ઢગલા પરથી કરોડો ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો ઉદ્દેશ: આ ૨૧૪ ડમ્પસાઇટ્સ દેશના કુલ કચરાના ઢગલાનો ૮૦% હિસ્સો ધરાવે છે : મિશનની સફળતા માટે કેન્દ્ર સરકાર પ્રતિ ટન કચરાના નિકાલ માટે ₹૫૫૦ની નાણાકીય સહાય આપશે: જેનાથી શહેરોની હજારો એકર જમીન કચરામુક્ત થશે, પર્યાવરણમાં મોટો સુધારો આવશે

નવી દિલ્હી: સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦ ને ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે 'ડમ્પસાઇટ રેમિડિએશન એક્સિલરેટર પ્રોગ્રામ' (ડીઆરએપી) લોન્ચ કર્યો છે.

 

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશભરના ૨૧૪ મુખ્ય લેગસી લેન્ડફિલ (જૂના કચરાના ઢગલા) પરથી વર્ષ ૨૦૨૬ સુધીમાં ૮.૮ કરોડ ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો છે. આ ૨૧૪ ડમ્પસાઇટ્સ દેશના કુલ લેગસી કચરાનો લગભગ ૮૦% હિસ્સો ધરાવે છે.

 

નેશનલ અર્બન કોન્ક્લેવમાં આ કાર્યક્રમની જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, આ મિશનને હાંસલ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિ ટન કચરાના નિકાલ માટે ₹૫૫૦ (પાંચસો પચાસ રૂપિયા) ની નાણાકીય સહાય પૂરી પાડશે. આ પહેલથી શહેરોની હજારો એકર જમીન કચરામુક્ત થશે અને પર્યાવરણમાં મોટો સુધારો આવશે.

(11:04 AM IST)