<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

દિલ્હી બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ

ગૃહ સચિવ ગોવિંદ મોહન, આઈબી ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચા અને એનઆઈએના ડિરેક્ટર જનરલ હાજર: જમ્મુ અને કાશ્મીરના ડીજીપી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા

નવી દિલ્હી :દિલ્હી બ્લાસ્ટ બાદ ગૃહમંત્રી અમિતભાઈ  શાહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. ગૃહ સચિવ ગોવિંદ મોહન, આઈબી ડિરેક્ટર તપન ડેકા, દિલ્હી પોલીસ કમિશનર સતીશ ગોલચા અને એનઆઈએના ડિરેક્ટર જનરલ હાજર છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાઈ રહ્યા છે. ગૃહમંત્રી તમામ ઉચ્ચ અધિકારીઓ પાસેથી અત્યાર સુધીની તપાસની સમીક્ષા કરશે.ક્યાં ક્યાંથી બ્લાસ્ટના તાર જોડાયેલા છે તેની સંપૂર્ણ અપડેટ આપવામાં આવશે. સાથે જ તપાસ એજન્સી કેવી રીતે કઇ દિશામાં કામ કરી રહી છે તેની માહિતી આપશે. 

 

(1:34 PM IST)