News of Tuesday, 11th November 2025
તરફેણમાં હુકમ ના મળે તો જજીસ સામે કૌભાંડના આક્ષેપ મૂકવાના ટ્રેન્ડથી સુપ્રીમ કોર્ટ ચિંતિત
તેલંગાણા હાઈકોર્ટના જજ સામે આક્ષેપો કરતી પિટીશનમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો કાર્યવાહી, સાઈન કરનારા એડવોકેટ્સે બિનશરતી માફી માગી

નવી દિલ્હી તા.૧૧: કાનૂની કાર્યવાહી દરમિયાન પોતાની તરફેણમાં હુકમ ના મળે તો જજીસ સામે બદઈરાદાથી આક્ષેપો કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો હોવા બાબતે સુપ્રીમ કોર્ટે ચિતા વ્યક્ત કરી હતી. જજીસ સામે વાંધાનજક ટિપ્પણીઓ ધરાવતા કેસનો સ્વીકાર કરતી વખતે એડવોકેટ્સને પણ સાવચેતી રાખવા સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી.
ચીફ જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે તેલંગાણા હાઈકોર્ટના જજ મૌશમી ભટ્ટાચાર્યની છબિ ખરડતી અરજી પર સાઈન કરનારા એડવોકેટ્સ સામે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી. એડવોકેટ્સે સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી હતી. તેનો સ્વીકાર કરતી વખતે સુપ્રીમ કોર્ટે તાકિદ કરી હતી કે, જજીસ સામે વાંધાજનક ટિપ્પણીઓ ધરાવતી અરજીઓનો સ્વીકાર કરતી વખતે એડવોકેટ્સે સાવચેતી રાખવી જોઈએ.
પોતાની તરફેણનો હુકમ ના મળે ત્યારે જજીસની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા અને કૌભાંડના આક્ષેપો કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ આ પ્રકારનીપ્રેક્ટિસને કડક હાથે નિરૂત્સાહ કરવી જોઈએ.
કોર્ટે વધુમાં ઠરાવ્યું હતું કે, વકીલોને કોર્ટના ઓફિસર માનવામાં આવે છે અને તેમની ફરજ આ કોર્ટ પ્રત્યે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ સંબંધિત એડવોકેટ્સને હાઈકોર્ટના જજ સમક્ષ વિચારણા માટે માફીનામું રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના જજે માફીનો સ્વીકાર કર્યો હતો. સોમવારે સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ કન્ટેમ્પ્ટ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, ૨૨ ઓગસ્ટના હુકમમાં જાસ્ટિસ મૌશમી ચેટરજીએ મોટું મન રાખીને સંબંધિત એડવોકેટ્સ દ્વારા રજૂ થયેલી માફીનો સ્વીકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે પણ બિનશરતી માફીનો સ્વીકાર કરતાં ઠરાવ્યુ હતું કે, ઓફિસર્સ ઓફ ધ કોર્ટ તરીકે વકીલો વર્તન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને વકીલોએ કોર્ટના જજીસ સામે આક્ષેપો કરતી અને કૌભાંડના દાવા કરતી અરજીઓ પર સહી કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તાજેતરના ઈ ઈશ્વનાથન વર્સીસ સ્ટેસ કેસનો સંદર્ભટાંક્યો હતો. આ કેસમાં ચીફ જસ્ટિસ બી આર ગવઈ, જાસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જોયમલય બાગચીની બેન્ચે ઠરાવ્યુ હતું કે, નાની ભૂલો માટે વકીલોને સજા થવી જોઈએ નહીં, તેનાથી વકીલોની કરિયરને વિપરિત અસર થઈ શકે છે. ન્યાયની ગરિમા સજા કરવામાં નહીં, પરંતુ ભૂલોની માફી આપવામાં રહેલી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
