News of Tuesday, 11th November 2025
દિલ્હીમાં ગ્રેપ-૩ લાગુ : બાંધકામ ડીઝલ વાહનો ઉપર પ્રતિબંધ
રાજધાનીમાં એકયુઆઇ ૪૦૧ થી ૪પ૦ વચ્ચે નોંધાતા નિર્ણય

નવી દિલ્હી, તા., ૧૧ : રાજધાની દિલ્હીમાં વાયુ ગુણવતા સતત ખરાબ શ્રેણીમાં નોંધાઇ રહી છે. પ્રદુષણ ઘટાડવા સતત ઘણા દિવસોથી વધુ એકયુઆઇવાળા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહયો છે.
વાયુ ગુણવતા પ્રબંધન આયોગ મુજબ દિલ્હીમાં એકયુઆઇ ૪૦૧ થી ૪પ૦ વચ્ચે નોંધાયો છે. સ્થિતિ જો તા જીઆરએપી-૩ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છીે. અગાઉ ગૃપ-૧ અને ર લાગુ કરવામાં આવી ચુકયા છે.
જયારે હવે ગ્રેપ-૩ લાગુ થતા દિલ્હીમાં કેટલાક વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જેમાં રોડ , રેલ્વે તથા એરપોર્ટ સિવાય નિર્માણ અને તોડફોડની પ્રવૃતિઓ નહી કરી શકાય. ઉપરાંત ડીઝલ વાહનો ઉપર પણ પ્રતિબંધ લગાવામાં આવે છે. સાથે નિયમીત રીતે રસ્તાઓ ઉપર પાણી છાંટી ધુળને ઓછી કરવામાં આવશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
