હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૪૧ દિવસ પછી અમેરિકામાં શટડાઉન સમાપ્ત થશેઃ સેનેટે બિલ પસાર કર્યુ
ડેમોક્રટસના પાછા ફર્યા બાદ સંસદમાં મતદાન થશેઃ ટ્રમ્પનું પણ સમર્થન ઓબામા કેર ફંડ અને આરોગ્ય વીમાયોજના પર મતભેદોને કારણે થયું હતું શટડાઉન

વોશીંગ્ટન, તા.૧૧: અમેરિકામાં ૪૧ દિવસનું શટડાઉન સમાપ્ત થવાના આરે છે. કેટલાક સાંશદોએ શટડાઉન સમાપ્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જોકે, ડેમોક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓ હજુ પણ વોશિંગ્ટનની બહાર છે. તેમના પાછા ફર્યા પછી, કોંગ્રેસ બિલ પર મતદાન કરશે, જે યુએસ ઇતિહાસમાં સૌથી લાંબો શટડાઉન સમાપ્ત કરશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન સમાપ્ત કરવાના બિલને સમર્થન આપતા કહ્યું, અમે ટૂંક સમયમાં આપણો દેશ ફરીથી ખોલવા જઈ રહ્યા છીએ.
ઓબામાકેર ફંડ અને આરોગ્ય વીમા યોજના ચાલુ ન રહેવાને કારણે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી શટડાઉનની જાહેરાત કરી હતી. ડેમોક્રેટ્સ સતત ટ્રમ્પની પાર્ટી સાથે વાટાઘાટો કરવા અને તેમની માંગણીઓ સ્વીકારવા પર આગ્રહ રાખે છે.
ડેમોક્રેટિક અને રિપબ્લિકન નેતાઓ ૪૦ દિવસના લોકડાઉન પછી ગઈકાલે મળ્યા હતા. દરમિયાન, વ્હાઇટ હાઉસે એક પ્રસ્તાવ રજૂ કર્યો જેમાં શટડાઉન સમાપ્ત કરવાનો અને ડિસેમ્બરમાં એફોર્ડેબલ કેર એક્ટ પર મતદાન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ન્યૂ હેમ્પશાયર સેનેટર જીની શાહીનના જણાવ્યા મુજબ, રિપબ્લિકન પાર્ટીએ અમારી માંગણીઓને નકારી કાઢી. તેથી અમારી પાસે આ શરત સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. અમને લાગ્યું કે દેશમાં આરોગ્યસંભાળ સેવાઓ ચાલુ રાખવા માટે શટડાઉન એ શ્રેષ્ઠ માર્ગ છે. આ અંગે યોગ્ય સમયે મતદાન થશે, અને મને વિશ્વાસ છે કે આ સેવાઓ ચાલુ રહેશે.
શાસક રિપબ્લિકન પાર્ટી ઇચ્છે છે કે શકય તેટલા ડેમોક્રેટ્સ આ પ્રસ્તાવને મંજૂરી આપે. જો કે, વાટાઘાટોમાં સામેલ ૧૦-૧૫ સભ્યોમાંથી માત્ર પાંચ સભ્યોએ મતદાન કર્યું. ઘણા ડેમોક્રેટ્સ આ પ્રસ્તાવનો વિરોધ કરે છે અને શટડાઉન ચાલુ રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
