<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th November 2025

માલીમાં ચિંતાજનક ઘટના: 5 ભારતીય નાગરિકોનું અપહરણ, સુરક્ષિત મુક્તિ માટે દૂતાવાસ સક્રિય!

6 નવેમ્બરના રોજ પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં અપહરણની દુર્ભાગ્યપૂર્ણ ઘટના, સ્થાનિક સત્તાવાળાઓ સાથે મિશનનું સઘન સંકલન

બમાકો (માલી): પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર માલીમાંથી ભારતીય નાગરિકોના અપહરણના ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંના ભારતીય દૂતાવાસે રવિવારે (X પર પોસ્ટ દ્વારા) પુષ્ટિ કરી કે 6 નવેમ્બર, 2025 ના રોજ એક "દુર્ભાગ્યપૂર્ણ ઘટના" માં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે.

દૂતાવાસે જણાવ્યું છે કે તેઓ આ પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ છે અને અપહ્યત નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. મિશન દ્વારા અપહરણકર્તાઓના હાથમાંથી ભારતીય નાગરિકોને "શક્ય તેટલી ઝડપથી તેમની સલામત મુક્તિ" સુનિશ્ચિત કરવા માટે માલીના સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત કંપની સાથે નજીકથી સંકલન કરવામાં આવી રહ્યું છે. માલી જેવા અસ્થિર પ્રદેશોમાં આ પ્રકારની ઘટનાઓ ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ગંભીર ચિંતા જગાવે છે.

 

(5:54 PM IST)