<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

અગત્યના સમાચાર ઉડતી નજરે

* ધર્મેન્દ્ર અને પ્રેમ ચોપડા પછી હવે ફિલ્મ અભિનેતા ગોવિંદાની તબિયત બગડી: ઘરમાં જ બેભાન થઈ ગયા: હોસ્પિટલમાં દાખલ 

 

* ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી છે. ઘરમાં હવે સની અને બોબી દેઓલ તેમની દેખભાળ કરશે

* ભારતમાં નવા નિયુક્ત થયેલા અમેરિકી એલજી સરજીઓ ગોરે શપથ લીધા ટ્રમ્પે ભારત અને અમેરિકા સંબંધો મજબૂત કરવાની દિશામાં આપેલો સંદેશ. ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી સાથેના સંબંધો વધુ મજબૂત થશે.

* તમિલનાડુ કેરલ, પુડુચેરી અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  દેશના પાંચ રાજ્યોમાં ભીસણ ઠંડી પડવાનું એલર્ટ જાહેર થયું છે

* મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે ગુજરાત કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે, મહત્વના નિર્ણયો લેવાશે

* બિહારમાં ચૂંટણીનું મતદાન પૂરું થતા અને એનડીએ તરફી એક્ઝિટ પોલના પગલે કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કેન્દ્રીય મંત્રીલ અહેમદે રાજુનામું ફગાવ્યું

 

* અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાન ગમે ત્યારે હુમલો કરશે તેવી સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી

 

* અમેરિકાનું ડબલ સ્ટાન્ડર્ડ: ભારતમાં થયેલા કાર બ્લાસ્ટને વિસ્ફોટ ગણાવીને ઘટનાને હળવાશથી લીધી, જ્યારે પાકિસ્તાનમાં હાઇકોર્ટ બહાર થયેલ વિસ્ફોટને સીધી જ આતંકવાદી ઘટના ગણાવી કહ્યું કે અમેરિકા પાકિસ્તાન સાથે ઉભું છે.

* ગાંધીનગરમાં આવકવેરાના દરોડા: ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના ઘર અને ઓફિસે આઇટી સવારના પહોરમાં ત્રાટકી હોવાના અહેવાલો: સર્ચ ઓપરેશન શરૂ 

 

* નરેન્દ્રભાઈ આજે ભૂટાનથી પાછા ફરીને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક લઈ રહ્યા છે

 

* સુપ્રીમ કોર્ટ આજે મહારાષ્ટ્રના ડે. સીએમ શિંદે વિરુદ્ધ શિવસેના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે કેસમાં શિવસેનાના ધનુષબાણના નિશાનને લઈને આજે અંતિમ સુનાવણી હાથ ધરી રહી છે 

 

* દિલ્હી મોટર બ્લાસ્ટના પગલે લખનૌમાં એલર્ટ જાહેર, જિલ્લા જેલની સુરક્ષા વધારી દેવામાં આવી 

 

* ગાંધીનગરમાં આવકવેરાના દરોડા: ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના ઘર અને ઓફિસે આઇટી સવારના પહોરમાં ત્રાટકી હોવાના અહેવાલો: સર્ચ ઓપરેશન શરૂ 

 

* નરેન્દ્રભાઈ આજે ભૂટાનથી પાછા ફરીને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક લઈ રહ્યા છે

 

* સુપ્રીમ કોર્ટ આજે મહારાષ્ટ્રના ડે. સીએમ શિંદે વિરુદ્ધ શિવસેના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરે કેસમાં શિવસેનાના ધનુષબાણના નિશાનને લઈને આજે અંતિમ સુનાવણી હાથ ધરી રહી છે 

 

* દિલ્હી મોટર બ્લાસ્ટના પગલે લખનૌમાં એલર્ટ જાહેર, જિલ્લા જેલની સુરક્ષા વધારી દેવામાં આવી 

*ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે. તેઓ અમદાવાદના બુક ફેર કાર્યક્રમમાં પ્રારંભે હાજરી આપવાના હતા પરંતુ હવે આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં ભાગ લેશે

* ભારત અને નેપાળ વચ્ચે સરહદ વાટાઘાટો આજથી શરૂ. જનરેશન જી આંદોલન પછી પહેલી વખત સામ સામે બેઠક થશે

* અમેરિકાના ઇતિહાસનો સૌથી લાંબુ શટડાઉન ખતમ થવાની ગણાતી ઘડીઓ

* ભૂતાનમાં નરેન્દ્રભાઈએ હિન્દીમાં ભાષણ આપતા આપતા આતંકવાદીઓને અંગ્રેજીમાં આકરી ચેતવણી આપી

* ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રે નવી વિઝા માર્ગદર્શિકા જાહેર કરી છે જે હેઠળ અમેરિકી વિઝા અને રોકાણ મેળવવા માંગતા વિદેશી નાગરિકો માટે નવા નિયમો જાહેર થયા છે. અમેરિકા વહીવટી તંત્રે વિદેશમાં અમેરિકી દુધામાસો અને કાઉન્સિલર અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે કેવો વિઝા અરજદારોની સંપૂર્ણ તપાસ કરે જેથી ખાતરી કરી શકાય કે તેઓ યુએસમાં સરકારી સહાય ઉપર નિર્ભર નથી. નવી માર્ગદર્શિકા માં અરજદારો ની ઉંમર આરોગ્ય કૌટુંબિક સ્થિતિ નાણાકીય પરિસ્થિતિ શિક્ષણ કુશળતા અને અંગ્રેજીમાં બોલવાની ક્ષમતા સહિત વિવિધ પરિબળો નું મૂલ્યાંકન કરવાની જરૂર રહેશે

(11:52 AM IST)