<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

​ભારતમાં અમેરિકી રાજદૂત તરીકે સર્જીયો ગોરની નિયુક્તિ, ટ્રમ્પે સંબંધો મજબૂત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 

​નવી દિલ્હી: લાંબા સમયની રાહ બાદ આખરે ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે સર્જીયો ગોરની નિયુક્તિ કરવામાં આવી છે. અમેરિકી સેનેટે તેમની નિમણૂકને બહાલી આપ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, આનાથી પીએમ મોદી સાથેના સંબંધો અને ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બનશે.

ભારત અને અમેરિકાના કૂટનીતિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે, અમેરિકી સેનેટે ભારતમાં આગામી રાજદૂત તરીકે સર્જીયો ગોરના નામને બહાલી આપી દીધી છે. ૩૮ વર્ષીય સર્જીયો ગોરને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના અને વિશ્વાસુ સહયોગી માનવામાં આવે છે. તેમની નિયુક્તિ અંગેના શપથગ્રહણ સમારોહ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે એક સંદેશ જારી કર્યો હતો.

​ટ્રમ્પે જણાવ્યું કે, "સર્જીયો ગોરની નિયુક્તિ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. મને વિશ્વાસ છે કે તેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના અમારા સંબંધો વધુ ગાઢ બનશે અને બંને દેશો વચ્ચે વ્યાપાર, સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી નવી ઊંચાઈઓ સર કરશે." સર્જીયો ગોરની નિયુક્તિ એવા સમયે થઈ છે જ્યારે બંને દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓ વચ્ચે પરસ્પર સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

(12:07 PM IST)