News of Wednesday, 12th November 2025
પીએમ મોદી ભૂટાનથી પરત ફર્યા: દિલ્હી બ્લાસ્ટ મુદ્દે તાત્કાલિક સુરક્ષા સમિતિની બેઠક બોલાવી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભૂટાનનો બે દિવસીય પ્રવાસ ટૂંકાવીને આજે દિલ્હી પરત ફર્યા છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેમણે દિલ્હી પહોંચતાની સાથે જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓ ભૂટાનના ચોથા રાજાના ૭૦મા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા થિમ્પુ ગયા હતા, તેઓ દિલ્હીમાં થયેલા ગંભીર કાર બ્લાસ્ટના પગલે તાત્કાલિક ભારત પરત ફર્યા છે. દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકોના જાનહાનિના સમાચાર બાદ પ્રધાનમંત્રીએ ભૂટાનથી જ સમગ્ર સ્થિતિ પર નજર રાખી હતી.
આજે દિલ્હી પરત ફરતા જ તેમણે સીધા જ તેમના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએસ)ની તાકીદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ત્રણેય સેનાના વડાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી મેળવી અને તપાસ એજન્સીઓને કડક કાર્યવાહી કરવા અને દોષિતોને તાત્કાલિક શોધી કાઢવાનો નિર્દેશ આપ્યો હતો
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
