<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

આઇપીઓ : રૂ.૧૧૪ પર લિસ્‍ટિંગ પછી શેર ૫% વધ્‍યા

ઓનલાઈન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લેટફોર્મ Groww IPOના શેર શેરબજારમાં પ્રીમિયમ પર લિસ્‍ટ થયા : ઓનલાઈન ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લેટફોર્મ Groww IPOના શેર શેરબજારમાં પ્રીમિયમ પર લિસ્‍ટ થયા

રાજકોટ, તા., ૧૧: રાજકોટમાં ટ્રાફિકનો પક્ષ ટ્રાફિક બાન્‍ચની અણ આવડતના કારણે વિકટ બન્‍યો છે. ટ્રાફિક બ્રાન્‍ચના સ્‍ટાફને પુરી નિષ્ઠા સાથે કાર્યરત કરવા અમો આમ આદમી પાર્ટી દ્વારા આપ સાહેબને આવેદન આપી જાણ કરીએ છીએ ટ્રાફિક સમસ્‍યાના કારણે છેલ્લા સાત દિવસમાં સાત માનવ જીંદગી માર્ગ અકસ્‍માતનો ભોગ બન્‍યા છે. સાતેય મળતકના પરિવારની હાલત અત્‍યારે દયાજનક બની ગઇ છે. કોઇએ પરિવારનો આધાર સ્‍થંભ ગુમાવ્‍યો છે. તો કોઇએ પરિવારનો આશાસ્‍પદ ગુમાવ્‍યા છે. પોલીસ કમિશનર વિસ્‍તારમાં છેલ્લા સાત દિવસમાં સર્જાયેલા સાત જીવલેણ અકસ્‍માત પાછળ ટ્રાફિક બ્રાન્‍ચ જવાબદાર છે.

દિવાળીના તહેવાર દરમિયાન સાત દિવસમાં સાત હત્‍યા થયા બાદ એકાએક કુંભકણાઈની નિચમાંથી જાગેલી પોલીસ રસ્‍તા પર દોડધામ કરતી જોવા મળે છે. અને પોલીમની ખાબરૂ બચાવવા નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. રાજકોટનું પોલીસ તંત્ર એક સાંધને તેર તુટે તેવી રીતે અસામાજીક તત્‍વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરતા ટ્રાફિક નિયમનનું કામ પોલીસે સાઇડમાં રાખી દીધું હોય તેમ છેલ્લાા સાત દિવસમાં કુવાડવા જીઆઇડીસી પાસે આબુભાઈ કામા, આણંદપરના પોરણ દસના વિદ્યાર્થી રકેવલ, લોહાનગરના શાંતાબેન નાવરીયા, રેયા રોડ આલાપ ગ્રીન સિટી પાસે ગૌરીશચંદ્ર ટાંક, વિજય પ્‍લોટના રાજન મકવાણા, યુનિવર્સિટી રોડ પર માતાની નજર સામે માસુમ પુત્રીનું અને નંદા હોલ પાસે અર્જુન પાકના અભિષેક દેવેનભાઈ નાથાણી નામના ૨૦ વર્ષના યુવાનનું કાલાવડ રોડ પર ક્રિષ્ટલ મોલા પાસે બીએમડબલ્‍યુની ઠોકરે મોત થયું છે.

રાજકીટની ટ્રાફિક સમસ્‍યા ઉકેલવા વોર્ડનને હવાલો સોંપવામાં આવ્‍યો હોય તેમ તમામ ચોકમાં ટ્રાફિક વોર્ડન જોવા મળે છે તેઓ ચોકમાં આવીને ડ્રાફિક નિયમન કસવવાના બદલે મોબાઇલમાં વધરસ્‍ત રહેતા હોવાથી શહેરના તમામ ચોકમાં ટ્રાફિક જામની સમસ્‍યા જોડી બની છે. તેમ છતા પાલીમના ઉચ્‍ચ અધિકારીઓ પોતાની એસી વેઝરર છોડીને ટ્રાફિક સમસ્‍યા અંગેકોઈ નક્કર કાર્યવાહી કરતા ન હોવાથી કાયદો અને વ્‍યવસ્‍થા કથડી ગયા છે. તેમ ટ્રાફિક સમસ્‍યા અતિશય વિકટ બની ગઇ છે.

શહેરના પ્રવેશ દ્વાર પરના હાઇવે પર જોવા મળતી ટ્રાફિક પોલીસ નિર્દોષ વાહન ચાલકોને એન કેન પ્રકારે દંડ ફટકારી રહ્યા છે. તેઓને શહેરમાં ટ્રાફિકની સમસ્‍યા બની રહેલા ચોકમાં ફરજ સોંપવામાં આવે તો કેટલાયની માનવ જીંદગી બની શકે તેમ છે. ટ્રાફિકનો પોલીસ સ્‍ટાફ પોતાને આપનવામાં આવેલા દંડની ટાર્ગેટ પુરો કરવા રાજકોટને ટ્રાફિક બ્રિગેડના ભરોસે સૌપીને હાઇવે પર ઉઘરાણા કરવા જતી હોવાના કારણે જ ટ્રાફિકનો પ્રશ્ન વધુ જટિલ બન્‍યો છે.

રાજકોટના માધાપર ચોકડી, સમાપીર ચોકડી. રૈયા ચોકડી, કે.કે.વી ચોક,. સેન્‍ટ મેરી સ્‍કૂલ સામેના સહદારી રસ્‍તા પર નાના મવા ચોક અને મવડી ચોકના બ્રીજ નીચે ગેર કાયદે વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. આવા વાહનને ટોઇંગ કરવામાં આવે તો પણ શહેરના મુખ્‍ય માર્ગ પરનો ટ્રાફિક હળવો થઈ શકે તેમ છે આમ છતાં ટ્રાફિક બ્રાન્‍ચ કેવા કારણો સર જાહેર માર્ગ પર ગેર કાયદે પાર્કીગ થતા વાહનો ડીટેઇન નથી કરતી તે અંગે આપ સાહેબ તપાસ કરાવી જવાબદાર ટ્રાફિક બ્રાન્‍યના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટીની માગ છે.

રાજકોટની ટ્રાફિક સમસ્‍યા અંગે ટ્રાફિક બ્રાન્‍ચ સમયસર સજાગ નહી બને તો ના છટકે આમ આદમી પાર્ટીએ જલદ આંદોલન કરવાની ફરજ પડશે.

(3:27 PM IST)