POK લોહિયાળ બન્યું: ૧૨૦ના મોત 2:41 PM
૪૩ દિવસના શટડાઉનની નિષ્ફળતા છુપાવવા ડેમોક્રેટ્સ 'એપસ્ટીન પ્રપંચ'નો ઉપયોગ કરે છે: ડોનાલ્ડ ટ્રમ્પના પ્રહારો
ડેમોક્રેટ્સ તેમની "મોટી નિષ્ફળતાઓ" પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કુખ્યાત જેફરી એપસ્ટીન કેસનો "પ્રપંચ" (હોક્સ) તરીકે ઉપયોગ કરી રહ્યા છે: ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન: અમેરિકામાં ૪૩ દિવસથી ચાલી રહેલા ગવર્નમેન્ટ શટડાઉનનો અંત આવ્યાના અહેવાલો વચ્ચે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શાસક ડેમોક્રેટિક પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે ડેમોક્રેટ્સ તેમની "મોટી નિષ્ફળતાઓ" પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કુખ્યાત જેફરી એપસ્ટીન કેસનો "પ્રપંચ" (હોક્સ) તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે 'શટડાઉન'ને ડેમોક્રેટ્સની "સૌથી તાજેતરની મોટી નિષ્ફળતા" ગણાવી હતી.
તેમણે લખ્યું, "બીજા શબ્દોમાં કહીએ તો, ડેમોક્રેટ્સ જેફરી એપસ્ટીન પ્રપંચનો ઉપયોગ તેમની મોટી નિષ્ફળતાઓ, ખાસ કરીને તેમની તાજેતરની નિષ્ફળતા - ધ શટડાઉન!થી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવા માટે કરી રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે, લાંબી મડાગાંઠ બાદ સરકારી શટડાઉનનો અંત લાવવા માટે બિલ પર સહમતિ સધાઈ છે. આ શટડાઉનના કારણે લાખો સરકારી કર્મચારીઓના પગાર અટવાઈ ગયા હતા અને અનેક સરકારી સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી.
ટ્રમ્પ આ સમગ્ર ઘટનાક્રમને ડેમોક્રેટ્સની નિષ્ફળતા તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. આ જ સમયે, જેફરી એપસ્ટીન કેસને લગતી કેટલીક નવી વિગતો અથવા તપાસની ચર્ચાઓ પણ મીડિયામાં ચાલી રહી છે, જેને ટ્રમ્પ ધ્યાન ભટકાવવાનું કાવતરું ગણાવી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
