<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

આજે છે કાલ ભૈરવ જયંતિ ૨૦૨૫: ભય અને સંકટના નાશક શિવના રૌદ્ર સ્વરૂપની પૂજા!

માર્ગશીર્ષ માસમાં ઉજવાતા આ પવિત્ર પર્વનું સાંજના પૂજનનું મુહૂર્ત અને મહત્ત્વ જાણો

નવી દિલ્હી  : હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતો પર્વ કાલ ભૈરવ જયંતિ આજે, બુધવાર, ૧૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસને ભૈરવ જયંતિ, કાલ ભૈરવ અષ્ટમી અથવા ભૈરવ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવના ઉગ્ર અને રક્ષક સ્વરૂપ એવા કાલ ભૈરવના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવામાં આવે છે.

પૂજાનું મહત્ત્વ: જ્યોતિષીઓ અનુસાર, માર્ગશીર્ષ મહિનામાં ભગવાન કાલ ભૈરવની વિશેષ પૂજાનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે વ્રત અને ઉપાસના કરે છે, તેમને ભગવાન ભૈરવજીના આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાંથી ભય, સંકટ અને તમામ પ્રકારની નકારાત્મકતામાંથી મુક્તિ મળે છે અને મનોવાંછિત ફળ ની પ્રાપ્તિ થાય છે. કાલ ભૈરવને 'કોટવાલ' અથવા શહેરના રક્ષક દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે.

પૂજન વિધિ અને મુહૂર્ત: ભૈરવ અષ્ટમીના દિવસે સાંજે ભગવાન શિવ અને ભૈરવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે કાલ ભૈરવના આઠ સ્વરૂપોની પણ પૂજા કરવામાં આવે છે. ભક્તો કાળા કૂતરાને ભોજન કરાવે છે, જે કાલ ભૈરવનું વાહન માનવામાં આવે છે.

આ પવિત્ર દિવસે પૂજન કરવાથી જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.

 

(9:58 PM IST)