<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

અમેરિકામાં ૪૩ દિવસથી ચાલતું ગવર્નમેન્ટ શટડાઉન આખરે સમાપ્ત: બિલ પર સહમતિ સધાઈ

હવે પ્રતિનિધિ સભામાં આ બિલ પર મતદાન થઈ જવાથી સરકારી કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થવાનો માર્ગ મોકળો

વોશિંગ્ટન: અમેરિકામાં છેલ્લા ૪૩ દિવસથી ચાલી રહેલા લાંબા ગવર્નમેન્ટ શટડાઉનનો અંત આવ્યો છે. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષો વચ્ચે સરકારી વિભાગોને ફરીથી ખોલવા માટે કામચલાઉ ભંડોળ પૂરું પાડતા બિલ પર દ્વિપક્ષીય સમજૂતી સધાઈ છે.
આ શટડાઉનના કારણે લાખો સરકારી કર્મચારીઓના પગાર અટવાઈ ગયા હતા અને વેટરન્સ પ્રોગ્રામ્સ તથા ફૂડ સહાય જેવી અનેક આવશ્યક સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી.
હવે પ્રતિનિધિ સભામાં આ બિલ પર મતદાન થઈ જવાથી સરકારી કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે, જેનાથી નાગરિકો અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

 

(12:44 AM IST)