News of Thursday, 13th November 2025
મોંઘવારી મોરચે મોટી રાહત: ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ઘટીને ૦.૨૫%ના રેકોર્ડ નીચલા સ્તરે
ખાસ કરીને શાકભાજી, તેલ અને ચરબીના ભાવોમાં ઘટાડો થવાથી તથા જીએસટી દરોમાં ઘટાડાની અસરને કારણે સામાન્ય જનતાને આ રાહત મળી

નવી દિલ્હી: દેશના અર્થતંત્ર માટે મોટા રાહતના સમાચાર છે. ઓક્ટોબર મહિનામાં ભારતનો છૂટક ફુગાવાનો દર (સીપીઆઈ) ઘટીને માત્ર ૦.૨૫% પર પહોંચી ગયો છે, જે ૨૦૧૩ પછીનું સૌથી નીચું સ્તર છે. ફુગાવામાં આ મોટા ઘટાડા પાછળનું મુખ્ય કારણ ખાદ્ય ફુગાવામાં આવેલો તીવ્ર ઘટાડો છે.
આંકડા મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને નકારાત્મક (-) ૫.૦૨% પર પહોંચી ગયો હતો, જેનો અર્થ છે કે ખાદ્ય ચીજોના ભાવ ઘટ્યા છે. ખાસ કરીને શાકભાજી, તેલ અને ચરબીના ભાવોમાં ઘટાડો થવાથી તથા જીએસટી દરોમાં ઘટાડાની અસરને કારણે સામાન્ય જનતાને આ રાહત મળી છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
