<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ઓક્‍ટોબરમાં નવા ૩૦ લાખ ડિમેટ ખાતા ખૂલ્‍યાઃ કુલ સંખ્‍યા ૨૧ કરોડ થઈ

૨૦૨૫માં આ બીજીવાર એક જ મહિનામાં ૩૦ લાખથી વધુ ડિમેટ ખાતા ખૂલ્‍યા

નવી દિલ્‍હી,તા.૧૩: ડિમેટ ખાતાની સંખ્‍યા ઓક્‍ટોબરમાં વધી હતી. ઓક્‍ટોબરમાં ૩૦ લાખ નવા ખાતા ખૂલ્‍યા હતા. તહેવારોની સિઝન અને ઢગલાબંધ આઈપીઓને પગલે નવા ખાતાની સંખ્‍યા વધી હતી. કેલેન્‍ડર વર્ષ ૨૦૨૫માં આ બીજી વાર એક જ મહિનામાં ૩૦ લાખથી વધુ ડિમેટ ખાતા ખૂલ્‍યા છે. ઓક્‍ટોબરના અંતે કુલ ડિમેટ ખાતાની સંખ્‍યા ૨૧ કરોડ પર પહોંચી છે. એક વર્ષમાં ડિમેટ ખાતાની સંખ્‍યામાં ૧૭.૪ ટકા (૩ કરોડ ખાતા)નો વધારો થયો છે. ઓક્‍ટોબરમાં ઈક્‍વિટી માર્કેટમાં પણ આગેકૂચ જોવા મળી હતી. ભારત- અમેરિકા ટ્રેડ ડીલની સંભાવના નજીક હોવાના સંકેત મળતા માર્કેટમાં આગેકૂચ જોવા મળી હતી. વળી, અમેરિકન ફેડરલ રિઝર્વે વ્‍યાજના દરમાં ઘટાડો ક્રયો હતો અને અમેરિકા-ચીન ટ્રેડ ડીલનું ટેન્‍શન પણ હળવું થયું હતું. સેન્‍સેક્‍સ ઓક્‍ટોબરમાં ૪.૬ ટકા વધ્‍યો હતો અને નિફટી ૪.૫ ટકા વધ્‍યો હતો.

સેકન્‍ડરી માર્કેટમાં તેજીની સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ ઓક્‍ટોબરમાં સારી એવી મૂવમેન્‍ટ જોવા મળી હતી. કુલ ૧૦ કંપનીઓએ આઈપીઓ મારફતે ?૪૫, ૧૮૭ કરોડ મેળવ્‍યા હતા, જે કોઈ એક મહિનામાં રકમની દ્રષ્ટિએ રેકોર્ડ છે.

૨૦૨૫માં કુલ એક્‍ટિવ ડિમેટ ખાતા

ઓક્‍ટોબર ૨૧.૦૧ કરોડ (૩૦ લાખ નવા)     મે ૧૯.૬૬ કરોડ (૨૨ લાખ)

સપ્‍ટેમ્‍બર ૨૦.૭૧ કરોડ (૨૬ લાખ)   એપ્રિલ ૧૯.૪૫ કરોડ (૨૦ લાખ)

ઓગસ્‍ટ ૨૦.૪૫ કરોડ (૨૪ લાખ)     માર્ચ ૧૯.૨૪ (૨૦ લાખ)

જુલાઈ ૨૦.૨૧ કરોડ (૩૦ લાખ)      ફેબ્રુઆરી ૧૯.૦૪ (૨૩ લાખ)

જૂન ૧૯.૯૧ કરોડ (૨૫ લાખ) જાન્‍યુઆરી ૧૮.૮૧ કરોડ (૨૮ લાખ)

(10:01 AM IST)