<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દેશભરમાં ૧૫ નવેમ્‍બરથી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થશે

ભૂલ કરશો તો બેગણો આપવો પડશે ટોલઃ , જો તમારો FASTag અનએક્‍ટિવ છે, બેલેન્‍સ પુરુ થઈ ગયું છે, અથવા ટેગ નથી થઈ રહ્યું, તો તમારી પાસેથી અલગ રીતે ચાર્જ લેવામાં આવશે

નવી દિલ્‍હી તા.૧૩: દેશભરમાં ૧૫ નવેમ્‍બર,૨૦૨૫થી નવા ટોલ ચુકવણી નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સરકારે સિસ્‍ટમને વધુ સુધારવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્‍સાહન આપવા માટે ટોલ ચાર્જિગ માળખામાં સુધારો કર્યો છે. હવે, જો તમારો FASTag અનએક્‍ટિવ છે, બેલેન્‍સ પુરુ થઈ ગયું છે, અથવા ટેગ નથી થઈ રહ્યું, તો તમારી પાસેથી અલગ રીતે ચાર્જ લેવામાં આવશે.

નવા નિયમ હેઠળ જો કોઈ વાહન એક્‍ટિવ FASTag વિના ટોલ પ્‍લાઝા પાર કરે છે.

રોકડ ચુકવણી કરવા પરઃ બેગણો ટોલ ચાર્જ લાગશે

UPI અથવા ડિજિટલ ચુકવણીઃ ટોલ ચાર્જના ૧.૨૫ ગણો.

સક્રિય FASTag યુઝર્સ માટે દરો સમાન રહેશે.

આ ફેરફાર રોડ ટ્રાન્‍સપોર્ટ અને હાઇવે મંત્રાલય (MoRTH) દ્વારા કરવામાં આવ્‍યો છે. જેથી કરીને લોકો રોકડને બદલે ડિજિટલ ચુકવણી કરીને ટોલ પર ભીડ ઘટાડવા માટે પ્રોત્‍સાહિત કરવા માટે કરવામાં આવ્‍યો છે.

જો તમારું FASTag સ્‍કેન ન થઈ રહ્યું હોય અથવા એક્‍ટિવ ન હોય, તો ગભરાશો નહીં. તમે આ સરળ પગલાંઓ દ્વારા વધારાના ચાર્જથી બચી શકો છો

કેશથી ચૂકવણી ન કરો. પરંતુ તેના બદલે UPI દ્વારા ચુકવણીની માંગ કરો. જેથી માત્ર માત્ર ૧.૨૫ ગણો ચાર્જ લાગશે.

જો તમારું અલગ બેલેન્‍સ ઓછું હોય, તો FASTag એપ અથવા વોલેટનો ઉપયોગ કરીને તાત્‍કાલિક રિચાર્જ કરો. જો રિચાર્જમાં વિલંબ થાય છે, તો હાલ પૂરતું UPI નોઉપયોગ કરીને ચૂકવણી કરો.

જો ટેગ એક્‍ટિવ અથવા બ્‍લેકલિસ્‍ટેડ હોય તો તે ટ્રિપ માટે UPI નો ઉપયોગ કરીને ચૂકવણી કરો અને તેને પછીથી ફરીથી એક્‍ટિવ કરો અથવા નવું ટેગ મેળવો.

જો ટેગ સ્‍કેન ન થઈ રહ્યું હોય તો કાચ સાફ કરો અને ખાતરી કરો કે RFID ટેગ યોગ્‍ય રીતે સ્‍થિત છે.

સામાન્‍ય સમસ્‍યાઓ અને તેમના ઝડપી ઉકેલો ખોટી વાહન માહિતી (RC મિસમેચ) ટોલ રિજેક્‍શનમાં પરિણમી શકે છે.

તરત UPI દ્વારા પેમેન્‍ટ કરો અને FASTag કંપની સાથે વિગતો પછીથી અપડેટ કરો.

જો ટેગ ખોવાઈ જાય અથવા તૂટી જાય, તો હમણાં માટે UPI દ્વારા ચુકવણી કરો અને નવો ટેગ ઓર્ડર કરો.

આ પણ વાંચોઃ કેન્‍દ્ર સરકારે દિલ્‍હી બ્‍લાસ્‍ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ નિયમિત પ્રવાસીઓ માટે વાર્ષિક FASTag પાસ

સરકારે નિયમિત પ્રવાસીઓ માટે  વાર્ષિક પાસ શરૂ કર્યો છે, જેની કિમત રૂ.૩,૦૦૦ છે.

આ યોજના હેઠળ, વાહન માલિકો એક જ વારમાં આખા વર્ષ માટે ટોલ ચુકવણી કરી શકે છે.

જો તમે વારંવાર ચોક્કસ રૂટ પર મુસાફરી કરો છો, તો વાર્ષિક પાસ રૂ.૨,૯૯૯ માં પણ ઉપલબ્‍ધ છે.

(10:43 AM IST)