News of Thursday, 13th November 2025
સોવરિન ગોલ્ડ બોન્ડ : રોકાણકારોને ૮ વર્ષમાં ૨૮૮% વળતર મળ્યું
શું તે સોવરિન ગોલ્ડ બોન્ડ છે કે પૈસા છાપવાનું મશીન?સોનાના રોકાણકારો માટે સારા સમાચાર

સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ૨૦૧૭-૧૮ સિરીઝ VII ૧૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પરિપક્વ થવાનું છે.સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ૨૦૧૭-૧૮ સિરીઝ સ્ત્ત્ માં રોકાણકારોને હવે પ્રતિ ગ્રામ રૂા.૧૨,૩૫૦ નું વળતર મળશે, જે પ્રતિ ગ્રામ રૂા.૨,૯૬૧ થી વધીને લગભગ ૨૮૮% નો નોંધપાત્ર વધારો છે.ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જણાવ્યું હતું કે આ રિડેમ્પશન કિમત ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત છેલ્લા ત્રણ ટ્રેડિગ દિવસો (૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બર, ૨૦૨૫) ના સરેરાશ સોનાના ભાવ પર આધારિત છે.રોકાણકારોને પરિપક્વતાના દિવસે કોઈ ઔપચારિકતા પૂર્ણ કરવાની જરૂર નથી. બોન્ડની સંપૂર્ણ રકમ અને અંતિમ વ્યાજનો હપ્તો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જેઓ બોન્ડ ડીમેટ સ્વરૂપમાં ધરાવે છે તેઓ તેમની ડિપોઝિટરી દ્વારા ચુકવણી પ્રાપ્ત કરશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી જેથી લોકોને ભૌતિક સોનાને બદલે કાગળના સોનામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી શકાય.સરકાર દ્વારા જારી કરાયેલા સોવરિન ગોલ્ડ બોન્ડ, સોનામાં રોકાણ કરવા માટે એક સલામત અને અનુકૂળ વિકલ્પ છે. તે વાર્ષિક ૨.૫% વ્યાજ દર આપે છે.સોવરિન ગોલ્ડ બોન્ડ ૮ વર્ષના સમયગાળા માટે જારી કરવામાં આવે છે, પરંતુ રોકાણકારો જો ઇચ્છે તો ૫ વર્ષ પછી સમય પહેલા બહાર નીકળી શકે છે.સોવરિન ગોલ્ડ બોન્ડની પરિપક્વતા પર મૂડી લાભ કર લાદવામાં આવતો નથી, જોકે તેના પર મળતું વ્યાજ કરપાત્ર છે.
જો તમે પણ સોનામાં રોકાણ કરો છો અને એમાં પણ જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) ૨૦૧૭-૧૮ સીરિઝ ૭ માં રોકાણ કર્યું છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આ બોન્ડની મેચ્યોરિટી આજે એટલે કે ૧૩ નવેમ્બર ૨૦૨૫ ના થઈ રહી છે. આ સીરિઝમાં રોકાણકારોને અધધ ૨૮૮% શાનદાર પ્રોફિટ મળવા જઈ રહ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ૨૦૧૭-૧૮ સિરીઝ-VII ના રોકાણકારોને હવે પ્રતિ ગ્રામ ૨૯૬૧ ની જગ્યાએ ૧૨૩૫૦ રૂપિયાનું વળતર મળશે એટલે કે લગભગ ૨૮૮ ટકાનો મોટો નફો
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જણાવ્યું હતું કે આ રિડેમ્પશન કિમત ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા પ્રકાશિત છેલ્લા ત્રણ ટ્રેડિગ દિવસો ૧૦, ૧૧ અને ૧૨ નવેમ્બર ૨૦૨૫ના સોનાના સરેરાશ ભાવ પર આધારિત છે. રોકાણકારોએ પાકતી મુદત પર કોઈપણ ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની જરૂર નથી. બોન્ડની સંપૂર્ણ રકમ અને અંતિમ વ્યાજનો હપ્તો સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ડીમેટ સ્વરૂપમાં બોન્ડ ધરાવતા લોકોને તેમની ડિપોઝિટરી દ્વારા ચુકવણી પ્રાપ્ત થશે.
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGBs) એ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી સિક્યોરિટીઝ છે જે તમને ભૌતિક સોનું ખરીદ્યા વિના સોનામાં રોકાણ કરવાની મંજૂરી આપે છે. તે સોનાના ભાવ સાથે જોડાયેલા છે અને વાર્ષિક ૨.૫% નો નિヘતિ વ્યાજ દર આપે છે. આ યોજના ભૌતિક સોના સાથે સંકળાયેલા જોખમોને દૂર કરે છે, જેમ કે ચોરી અને સંગ્રહની અસુવિધા. બોન્ડની મુદત ૮ વર્ષની છે અને ૫ વર્ષ પછી ગમે તે સમયે ઉપાડનો વિકલ્પ ઉપલબ્ધ છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના નવેમ્બર ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી જેથી લોકોને ભૌતિક સોનાને બદલે કાગળના સોનામાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરી શકાય. સરકાર દ્વારા જારી કરાયેલા આ સોવરિન ગોલ્ડ બોન્ડ સોનામાં રોકાણ કરવા માટે એક સલામત અને અનુકૂળ વિકલ્પ છે. આ બોન્ડ વાર્ષિક ૨.૫% વ્યાજ ચૂકવે છે
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
