<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩

    આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

અષ્ટાવક્રે જનક સામે એક પ્રશ્નચિホ ઊભું કર્યું

તેમણે કહ્યુંラ‘તને પૂછું છું જનક તને હવે  ‘એક'નું જ્ઞાન થઈ ગયું છે, તને બોધ થયો છે કે તું સ્‍વયં પરમાત્‍મા છે. તો શું હજુ પણ તું ધન પાછળ દોટ મૂકી શકે? તું તારા અંતરમાં શોધ કે કયાંય ધનનો મોહ શેષ તો નથી રહ્યો ને?

અષ્ટાવક્રે સૌથી પહેલી વાત ધન બાબત શા માટે કરી? કારણ કે આ સંસારમાં મનુષ્‍યની મોટામાં મોટી દોટ અને મોટામાં મોટું ગાંડપણ ધન માટે છે.

મનુષ્‍ય અંદર ખાલી છે, રિક્‍ત છે. તેથી તેને ધન દ્વારા ભરે છે. ખાલીપો મનુષ્‍યને વિહ્વળ કરે છે. ખાલીપામાં અજંપો થાય છે કે - હું નહિવત્‌ છું, કંઈક થઈને બતાવી દઉં. કઈ રીતે બતાઉં? ラ પદ, પ્રતિષ્ઠા, ધન દ્વારા, આ બધાં ધનનાં જ રૂપો છે.

મનુષ્‍ય આ બધાં દ્વારા પોતાના અંતરને ભરે છે, જેથી કહી  શકે કેઃ કંઈક છું, હું નહિવત્‌ નથી. જુઓ! મારી પાસે કેટલું બધું ધન છે...

ધનની દોટ આત્‍મહીન વ્‍યક્‍તિની દોટ છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:43 PM IST)