<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

એક કરોડ રૂપિયાની લોટરી જીતનારાની લુધિયાણામાં ઢોલ વગાડીને શોધ ચાલે છે

લુધિયાણામાં હવે ઠેર-ઠેર ઢોલ-નગારાં વગાડીને લોટરીની દુકાનવાળો આ નંબરની ટિકિટ કોની પાસે છે એની શોધ ચલાવી રહ્યો છે

લુધિયાણા, તા.૧૩: પંજાબના લુધિયાણામાં ઓમકાર નામની લૉટરીની દુકાનના માલિકે તાજેતરમાં ઢોલ-નગારાં વગાડીને વિજેતા ટિકિટધારકની શોધ ચલાવવાનું શરૂ કર્યું છે. એનું કારણ એ છે કે જે ટિકિટ-વિનરને એક કરોડ રૂપિયાનું ઇનામ લાગ્‍યું છે તે ભાઈ સામે ચાલીને આવી નથી રહ્યા. એટલું જ નહીં, ટિકિટ લેતી વખતે ખરીદદારે પોતાનાં નામ-નંબર પણ લખાવ્‍યાં નહોતાં. એને કારણે લૉટરીની દુકાનવાળા ભાઈએ વિજેતાની શોધ ચલાવવા ગામમાં ઢંઢેરો પીટવાનું શરૂ કર્યું છે. લૉટરીનો નંબર ૭૬૫૬ છે અને એ માટે ખરીદદારે ૨૦૦૦ રૂપિયા ચૂકવ્‍યા હતા. લુધિયાણામાં હવે ઠેર-ઠેર ઢોલ-નગારાં વગાડીને લૉટરીની દુકાનવાળો આ નંબરની ટિકિટ કોની પાસે છે એની શોધ ચલાવી રહ્યો છે. 

(2:58 PM IST)