<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

આઈઆઈટી બોમ્‍બેની ઐતિહાસિક સિદ્ધિઃ દેશનું પ્રથમ સ્‍વદેશી ક્‍વોન્‍ટમ ડાયમંડ માઈક્રોસ્‍કોપ વિકસાવ્‍યું

આ માઈક્રોસ્‍કોપ નેનો-સ્‍કેલ પર ત્રિ-પરિમાણીય (૩ડી) ચુંબકીય ઇમેજિંગ કરવા માટે સક્ષમ

મુંબઈ, તા.૧૩: ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્‍થાન (આઈઆઈટી) બોમ્‍બેના સંશોધકોએ ભારતના પ્રથમ સંપૂર્ણ સ્‍વદેશી ક્‍વોન્‍ટમ ડાયમંડ માઈક્રોસ્‍કોપ (કયુડીએમ) નો વિકાસ કરીને વિજ્ઞાન ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

આ માઈક્રોસ્‍કોપ નેનો-સ્‍કેલ પર ત્રિ-પરિમાણીય (૩ડી) ચુંબકીય ઇમેજિંગ કરવા માટે સક્ષમ છે. રાષ્‍ટ્રીય ક્‍વોન્‍ટમ મિશન હેઠળ વિકસિત આ ઉપકરણ, મેક ઇન ઇન્‍ડિયા પહેલને મોટો વેગ આપશે. તેનો ઉપયોગ મુખ્‍યત્‍વે એડવાન્‍સ સેમિકન્‍ડક્‍ટર ચિપ્‍સના પરીક્ષણ, પદાર્થ વિજ્ઞાન (મટિરિયલ્‍સ સાયન્‍સ) અને ન્‍યુરોસાયન્‍સ ક્ષેત્રે સંશોધન માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ સાબિત થશે.

(3:19 PM IST)