<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

દિલ્હી બ્લાસ્ટમાં મૂળ જમ્મુ કાશ્મીરના એવા વધુ એક ડોકટર ફારુકને પોલીસે ઉપાડ્યો

ડોકટર ફારુક ઉપર પણ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાની શંકા: હાપુડમાં તેમની અટકાય કરી પોલીસ લઇ ગઈ

નવી દિલ્હી :દિલ્હી બ્લાસ્ટ અંગે તપાસ કરી રહેલ પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસે વધુ એક ડોકટર ફારુકને તપાસ અર્થે ઉઠાલી લીધા છે. ડો. ફારુક લગભગ છેલ્લા એક વર્ષથી મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા હતા. તેમણે હરિયાણાના ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ અને એમડીની ડિગ્રી મેળવી હતી.

  સૂત્રો એ જણાવ્યું છે કે, અલ-ફલાહ યુનિવર્સિટીના અન્ય ડોકટરોની જેમ, ડોકટર ફારુક ઉપર પણ આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાની શંકા છે. હાપુડમાં તેમની અટકાયત કર્યા પછી, દિલ્હી પોલીસ તેમને પોતાની સાથે લઈ ગઈ. હવે, ફારુકની પૂછપરછ બાદ, ઘણા રહસ્યો ખુલી શકે છે.

 

(6:32 PM IST)