<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ગોલ્ડ લોન બાદ હવે ચાંદી પર પણ લઈ શકશો લોન: રિઝર્વ બેંકે એક નવો સર્કુલર જારી કર્યો: જાણો નિયમ

લોકોને તેમની નાની-મોટી પૈસાની જરૂરતો પૂરી કરવામાં મદદ મળશે : જાણો ગીરવે મૂકેલા સોના અથવા ચાંદી સામે કેટલા પૈસા ઉધાર લઈ શકો

નવી દિલ્હી : હવે માત્ર ગોલ્ડ લોન પરંતુ ચાંદી પર પણ સોનાની જેમ લોન લઈ શકશો. તેના માટે ભારતીય રિઝર્વ બેંકે એક નવો સર્કુલર જારી કર્યો છે. તેનુ નામ Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025 છે. જેમા કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. જે 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ નિયમોમાં ચાંદી ના બદલે લોન લેવૂ સરળ થઈ જશે

શહેરી અને ગ્રામીણ સહકારી બેંક અને  NBFC નોન બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓલોન આપી શકશે 

   રિઝર્વ બેંક એ કેટલાક ખાસ કારણોથી સીધી સોના કે ચાંદી (બુલિયન) ના બદલે લોન પર રોક લગાવી છે. આવુ એટલે કરવામાં આવ્યુ છે જેથી અર્થવ્યવસ્થામાં કોઈ મોટી ગડબડી ન થાય. પરંતુ બેંક અને કંપનીઓ ગ્રાહકોને સોનાના દાગીના, આભૂષણો અને સિક્કા ગિરવે રાખી લોન આપી શકે છે. તેનાથી લોકોને તેમની નાની-મોટી પૈસાની જરૂરતો પૂરી કરવામાં મદદ મળશે.

રિઝર્વ બેંકના સર્કુલર મુજબ, એક જ ગ્રાહકને આપવામાં આવેલી બધી લોન માટે ગીરવે મૂકેલા દાગીનાનું કુલ વજન નીચેની મર્યાદાઓથી વધુ ન હોવું જોઈએ 

સોનાના દાગીના: 1 કિલોગ્રામથી વધુ નહીં ચાંદીના દાગીના: 10 કિલોગ્રામથી વધુ નહીં.સોનાના સિક્કા: 50 ગ્રામથી વધુ નહીં.ચાંદીના સિક્કા: 500 ગ્રામથી વધુ નહીં.

લોનની રકમ લોન-ટુ-વેલ્યુ (LTV) ગુણોત્તર પર આધારિત રહેશે. આનો અર્થ એ છે કે તમે તમારા ગીરવે મૂકેલા સોના અથવા ચાંદી સામે કેટલા પૈસા ઉધાર લઈ શકો છો. તે દર્શાવે છે કે તમે દરેક ₹100 કિંમતી ધાતુ માટે કેટલી લોન મેળવી શકો છો.

જો લોનની રકમ ₹2.5 લાખ સુધીની હોય, તો મહત્તમ LTV 85% હશે. આનો અર્થ એ છે કે તમે તમારા સોના અને ચાંદીના મૂલ્યના 85% સુધી લોન મેળવી શકો છો. તેવી જ રીતે, જો લોનની રકમ ₹2.5 લાખ અને ₹5 લાખની વચ્ચે હોય, તો મહત્તમ LTV 80% હશે. જો લોનની રકમ ₹5 લાખથી વધુ હોય, તો મહત્તમ LTV 75% રહેશે

રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે,જો ગ્રાહક લોનની પુરેપુરી રકમ ચૂકવી દે તો બેંકે 7 દિવસની અંદર ઘરેણાં અથવા ચાંદી પરત આપવું પડશે. જો બેંકની ભૂલથી વિલંબ થાય તો ગ્રાહકને દરરોજ રૂપિયા 5,000નું વળતર આપવું પડશે.જો ગ્રાહક સમયસર લોન ચૂકવી ન શકે તો બેંક ગીરવે રાખેલા ચાંદી અથવા ઘરેણાંની હરાજી કરી શકે છે પરંતુ તે પહેલાં ગ્રાહકને નોટિસ આપવી ફરજિયાત છે. હરાજી વખતે વસ્તુઓની ન્યૂનતમ કિંમત બજાર મૂલ્યના 90% જેટલી રાખવામાં આવશે અને જો બે વાર હરાજી નિષ્ફળ જાય તો તે 85% સુધી ઘટાડવામાં આવશે.જો ગ્રાહક લોન ચૂકવ્યા પછી 2 વર્ષ સુધી પોતાના ઘરેણાં અથવા ચાંદી લેવા ન આવે તો બેંક તેને અનક્લેઈમ્ડ ગણશે અને ગ્રાહક અથવા તેમના વારસદારોનો સંપર્ક કરવા ખાસ ઝુંબેશ ચલાવશે.

(9:09 PM IST)