<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th November 2025

નફા માટે વસ્‍તુ કે સેવા ખરીદાય તો ખરીદનાર ગ્રાહક નથી

આવા ખરીદદાર ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે નહીં: સુપ્રીમ કોર્ટનું અવલોકન

નવી દિલ્‍હી તા.૧૪: એક મહત્‍વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્‍યું હતું કે નફો કમાવવા માટે પ્રોડક્‍ટ્‍સ કે સર્વિસની ખરીદી કરવામાં આવી હોય તો આવા ખરીદદારને ગ્રાહક ગણી શકાય નહીં અને તેથી તેને ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ રક્ષણ મળી શકે નહીં.

મેસર્સ પોલી મેડિક્‍યોર નામની કંપનીની અરજી પર જાસ્‍ટિસ જે બી પારડીવાલા અને જાસ્‍ટિસ મનોજ મિશ્રાની ખંઠપીઠે આ ચુકાદો આપ્‍યો હતો. અગાઉ રાજ્‍ય અને રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનને તેના તારણમાં જણાવ્‍યું હતું કે કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ

ગ્રાહક કાયદા હેઠળ ટકી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ તારણને સમર્થન આપ્‍યું હતું. સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે બિઝનેસ પ્રોસેસને ઓટોમેટિક કરવા માટે સોફટવેર ખરીદતી કંપનીને ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬ હેઠળ ગ્રાહક ગણી શકાય નહીં, કારણ કે આવા ટ્રાન્‍ઝેક્‍શન વેપારી હેતુ માટે છે.

ન્‍યાયાધીશ મનોજ મિશ્રાએ વિવિધ ચુકાદાઓનો ઉલ્‍લેખ કર્યો હતો અને કહ્યું હતું કે માલ કે સેવાઓ (એટલે કે, સોફટવેર)ની ખરીદીના ટ્રાન્‍ઝેક્‍શન ને નફો કમાવવા સાથે સંબંધ હતો અને તેથી તે વ્‍યવહારમાં અપીલકર્તા ને ૧૯૮૬ના કાયદાની કલમ ૨(૧)(ફુ) માં વ્‍યાખ્‍યાયિત કર્યા મુજબ ગ્રાહક ગણી શકાય નહીં. જો ટ્રાન્‍ઝેક્‍શન નફો કમાવવા સાથે સંકળાયેલો હોય, તો તેને વ્‍યાપારી હેતુ માટે ગણવામાં આવશે.

૨૦૧૯માં દિલ્‍હી રાજ્‍ય ગ્રાહક વિવાદ નિવારણ પંચ સમક્ષ તબીબી ઉપકરણોની ઉત્‍પાદક અને નિકાસકાર કંપની પોલી મેડિક્‍યોરે દાખલ કરેલી ફરિયાદમાંથી આ સમગ્ર મામલો ઊભો થયો હતો. કંપનીએ મેસર્સ બ્રિલિઓ ટેક્રોલોજી નામની કંપની પાસેથી આયાત-નિકાસ દસ્‍તાવેજ સિસ્‍ટમને ઓટોમેટિક કરવા માટે એક સોફટવેર પ્રોડક્‍ટ્‍સ ખરીદી હતી. જોકે આ પછી પોલી મેડિક્‍યોરે સેવામાં ખામીનો આરોપ લગાવીને

ફરિયાદ કરી હતી. પોલી મેડિક્‍યોરે દાવો કર્યો હતો કે સંપૂર્ણ પેમેન્‍ટ કરવા છતાં સોફટવેર યોગ્‍ય રીતે કાર્ય કરતું ન હતું અને ૧૮ ટકા વ્‍યાજ સાથે લાઇસન્‍સ અને વિકાસ ખર્ચ પરત કરવાની માંગ કરી હતી.

જોકે દિલ્‍હી રાજ્‍ય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (લ્‍ઘ્‍ઝય્‍ઘ્‍)એ ૧૯ ઓગસ્‍ટ, ૨૦૧૯ના રોજનાતેના આદેશમાં ફરિયાદને એ આધાર પર ફગાવી દીધી હતી કે કંપની ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહક તરીકે લાયક નથી, કારણ કે ખરીદી વ્‍યાપારી હેતુ માટે હતી. આ પછી રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે જૂન ૨૦૨૦માં SCDRCના આદેશને સમર્થન આપ્‍યું હતું. તેનાથી અપીલકર્તાને ટોચની અદાલતમાં અપીલ કરી હતી.

(10:27 AM IST)