સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
પશ્ચિમ રેલવેના અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર મુસાફરોની સુવિધામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર : ભારતની સૌથી અદ્યતન 'વંદે ભારત સ્લીપર ટ્રેન'ના ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા
ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતી ઉપકરણોનું પરીક્ષણ કરવાની જવાબદારી : RDSO અને ICF (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી)ની સંયુક્ત ટીમ સમગ્ર રૂટ પર ગતિ, સ્થિરતા અને સલામતી ધોરણોનું સતત નિરીક્ષણ કરશે

નવી દિલ્હી તા.૧૪ : પશ્ચિમ રેલવેના અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર મુસાફરોની સુવિધામાં ક્રાંતિ લાવવા માટે તૈયાર ભારતની સૌથી અદ્યતન 'વંદે ભારત સ્લીપર ટ્રેન'ના ટ્રાયલ આજે, 14 નવેમ્બર, શુક્રવારથી શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે આ ટ્રાયલ દોડશે. આ પહેલીવાર બનશે જ્યારે 'વંદે ભારત સ્લીપર' વર્ઝન આ વ્યસ્ત રૂટ પર ટ્રાયલ માટે ઉતર્યું છે.
RDSOની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સલામતી તપાસ શરૂ કરી
રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ, 16 કોચવાળી આ સ્લીપર રેક ખાસ ફેરફાર સાથે સજ્જ છે. ટ્રેનનું જાળવણી અને ટેક્નિકલ નિરીક્ષણ અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. 13 નવેમ્બરના રોજ ટ્રેનને સ્થિર કર્યા બાદ RDSO (રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન)ની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટેશન અને સલામતી તપાસ શરૂ કરી દીધી હતી.
15 નવેમ્બરે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ પરત ફરશે
ટ્રાયલની સમયરેખા મુજબ, ટ્રેન આજે સવારે 9 વાગ્યે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ માટે રવાના થશે અને નિર્ધારિત ગતિ મર્યાદા (PSR-TSR)નું પાલન કરીને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેન 15 નવેમ્બરે સવારે 9 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ પરત ફરશે.
મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિગ્નલ વિભાગોના અધિકારીઓને ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતી ઉપકરણોનું પરીક્ષણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. RDSO અને ICF (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી)ની સંયુક્ત ટીમ સમગ્ર રૂટ પર ગતિ, સ્થિરતા અને સલામતી ધોરણોનું સતત નિરીક્ષણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
