News of Friday, 14th November 2025
ચૂંટણી પંચની વેબસાઈટ પર સાંજના 6.45 સુધી માત્ર 112 બેઠકોના જ પરિણામ જાહેર કરાયા
55 ભાજપ, 33 જેડીયુ, 3 આરજેડી, 7 એલજેપીઆરવી, 4 એ આઈએમઆઈએમ અને 1 બેઠક કોંગ્રેસને ફાળે

નવી દિલ્હી : કેન્દ્રીય ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઈટ ઉપર બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ, તેમજ કઈ બેઠક પર કયા રાજકીય પક્ષના ઉમેદવાર આગળ છે તે જાહેર કરવામાં આવી રહ્યાં છે. જો કે, આજે સાંજે 6.45 કલાક સુધીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ ઉપર, 112 બેઠકોના જ પરિણામ જાહેર કરાયા છે. જેમાં 55 ભાજપ, 33 જેડીયુ, 3 આરજેડી, 7 એલજેપીઆરવી, 4 એ આઈએમઆઈએમ અને 1 બેઠક કોંગ્રેસને દર્શાવી છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
