તા. ૧૦ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૫ શનિવાર
News of Friday, 14th November 2025
સોના- ચાંદીમાં મોટા ગાબડાં : સોનામાં 1500 રૂપિયા અને ચાંદીમાં કિલોએ રૂપિયા 4200નો તોતિંગ કડાકો
ફેડના આગામી વ્યાજ દર ઘટાડા અંગે અનિશ્ચિતતા વધવાને કારણે અઠવાડિયાના અંતે સોનાના ભાવમાં ઘટાડો થયો

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,500 ઘટીને રૂપિયા 1,29,400 થયો છે.
ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદન બાદ આપવામાં આવેલ સંકેત વચ્ચે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે 99.5 સોનાનો ભાવ રૂપિયા 1,200 ઘટી રૂપિયા 1,28,800 રહ્યો છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે શુદ્ધ સોનું રૂપિયા 1,500 ઘટી રૂપિયા 1,29,500, સ્ટાન્ડર્ડ સોનું રૂપિયા 1,500 ગગડી રૂપિયા 1,29,500 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 3000 ઘટી રૂપિયા 163,000 રહ્યા હતા.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ફેડના આગામી વ્યાજ દર ઘટાડા અંગે અનિશ્ચિતતા વધવાને કારણે અઠવાડિયાના અંતે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ઓક્ટોબરથી સરકારી એજન્સીઓ બંધ થવાને કારણે નવા આર્થિક ડેટા પણ આવતા અટકાવાયા છે, જેના કારણે ફેડના અધિકારીઓ સાવધ બન્યા છે.
શુક્રવારે ચાંદીના ભાવ ₹4,200 ઘટીને રૂપિયા 1,64,800 પ્રતિ કિલોગ્રામ (બધા કર સહિત) થયા. ગુરુવારે ચાંદી રૂપિયા 1,69,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ લગભગ 1% ઘટીને 4,137.88 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્પોટ સિલ્વર 0.49% ઘટીને $52.03 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
