<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘દુશ્મન સાથે ડીલ!’ : અમેરિકા અને વૈશ્વિક બજારમાં ડીઝલના ભાવ ઘટાડવાના બહાને ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી વાતચીત કરી લાખો ટન ડીઝલની આયાત કરવાનો મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રશિયા તાત્કાલિક ૩ લાખ ટન, નવેમ્બરમાં ૫ લાખ ટન અને ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય ૩૦ લાખ ટન સુધી ડીઝલનો પુરવઠો અમેરિકા મોકલશે. વિશ્વભરના દેશોને રશિયા પાસેથી ઇંધણ ખરીદવા સામે આંખ લાલ કરતા અને નાકાબંધીના પાઠ ભણાવતા અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે કાયદા અને નૈતિકતા કોરાણે મૂકી દીધા છે, જેના કારણે હવે "શું રશિયન ઓઇલ પરના તમામ પ્રતિબંધો અને જ્ઞાન માત્ર ભારત જેવા દેશો માટે જ છે?" તેવો તીખો સવાલ ઊભો થયો છે.12:45 AM IST

"એઈમ્સ એ દેશનું પ્રથમ નંબરનું આરોગ્ય મંદિર,કેન્દ્ર સરકારના પ્રયાસોથી દેશભરમાં ૨૫ જેટલી એઈમ્સ કાર્યરત : સાંસદ-રાજકોટ એઈમ્સના ડિરેક્ટર કેસરીદેવસિંહ ઝાલા : "સરકાર દ્વારા કરોડોના ખર્ચે નિર્માણ રાજકોટ એઈમ્સના કારણે કચ્છ સૌરાષ્ટ્રના લોકોને આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે જ : એઈમ્સના વરિષ્ઠ અધિકારી સી.એન. દોરાઈરાજન : મોરબીમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મયુર હોસ્પિટલ ખાતે જિલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો: એઈમ્સ-રાજકોટના નિષ્ણાત તબીબોની ટીમ એ આપી સેવાઓ : એઈમ્સના ૪૫ થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ એ પૂરી પાડી તબીબી સેવાઓ; હજારો નાગરિકોએ લીધો આરોગ્ય નિદાન-સારવારનો લાભ2:49 PM IST