News of Saturday, 15th November 2025
દેશનાં ૨૦ રાજ્યમાં ભાજપ અને તેના સહયોગીઓની સરકાર
મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ૨૦૧૪માં દેશનાં ૭ રાજ્યમાં ભાજપ-NDAની સરકાર હતી

નવી દિલ્હી તા.૧૫: બિહારમાં ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે; મતગણતરીનાં વલણોમાં એનડીએ ગઠબંધનને સરળતાથી બહુમત મળી રહ્યો છે. મહાગઠબંધન ક્યાંય પાછળ રહી ગયું છે. દેશના રાજકીય નકશા પર નજર કરીએ તો ૨૦ રાજ્યમાં ભાજપ અને તેનાં સહયોગી પક્ષોની સરકાર છે. છ રાજ્યમાં કોંગ્રેસ કે તેના સહયોગી પક્ષોની સરકાર છે.
બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. આ ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યો છે. ગઠબંધન બે-તૃતીયાંશ કરતાં વધુ સીટો પર જીત મેળવીને ફરી એક વાર બિહારમાં સરકાર બનાવવાનું સુનિヘતિ કરી લીધું છે. બિહારમાં એનડીએની સરકાર બનવાની સાથે જ દેશના રાજકીય નકશામાં કશો ફેરફાર નથી થયો. જો સરકાર બદલાઈ હોત તો દેશમાં કુલ ૧૯ રાજયોમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોની સરકાર રહી હોત. અત્યારે દેશના આંધ્રપ્રદેશ, અરુણાચલપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, ઓડિશા, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપ કે એનડીએની સરકારનું શાસન છે.
મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ જયારે ભારતના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી, ત્યારે દેશનાં સાત રાજ્યમાં ભાજપ અને તેમના સહયોગી પક્ષોની સરકાર હતી. જયારે દેશનાં ૧૪ રાજ્યમાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોની સરકાર હતી.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
