તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Saturday, 15th November 2025
ચાંદીમાં ૪૦૦૦-સોનામાં ર૩૦૦ રૂા.નો કડાકો
ચાંદીના ભાવ ઘટીને ૧,૬૩,૦૦૦ અને સોનાના ભાવ ૧,ર૭,ર૦૦ રૂા. થયા : બે દિ' પહેલા બંને કિંમતી ધાતુઓમાં રોકેટ ગતિએ થયેલ ભાવવધારો ધોવાઇ ગયો : બે દિ'માં ચાંદીમાં ૭૦૦૦ અને સોનામાં ૩૮૦૦ રૂા. ઘટી ગયા

રાજકોટ, તા., ૧પઃ બુલીયન માર્કેટમાં તેજી બાદ ફરી મંદી શરૂ થઇ હોય ગત મોડી રાત્રે ચાંદીમાં વધુ ૪૦૦૦ અને સોનામાં ર૩૦૦ રૂા.નો કડાકો થયો હતો.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં મોડી રાત્રે ચાંદીમાં વધુ ૪૦૦૦ રૂા. તૂટયા હતા. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૬૩,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,પ૯,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે ૩૦૦૦ રૂા. ઘટયા બાદ મોડી રાત્રે વધુ ૪૦૦૦ રૂા. ઘટતા બે દિવસમાં ચાંદીમાં ૭૦૦૦ રૂપીયાનો તોતીંગ ભાવઘટાડો થયો છે.
ચાંદીની સાથે સોનાના ભાવો પણ તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને કારણે સ્થાનીક બજારમાં મોડી રાત્રે સોનામાં વધુ ર૩૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૯,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૧,ર૭,ર૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ર૩,૦૦૦ રૂપીયાનું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૯પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧ર,૭ર,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિ' પુર્વે સોના અને ચાંદીના ભાવમાં રોકેટ ગતીએ ઉછાળો થયો હતો. ચાંદીમાં ૮પ૦૦ અને સોનામાં ૨પ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. જો કે છેલ્લા બે દિવસમાં આ બંને કિંમતી ધાતુઓમાં થયેલ વધારો ધોવાઇ ગયેલ છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
