News of Saturday, 15th November 2025
વડાપ્રધાનનું સુરતમાં ભવ્ય સ્વાગત, ૨૦ હજાર બિહારીઓ દ્વારા પણ બહુમાન
દેડિયાપાડામાં ભગવાન બીરસા મુંડાની જન્મ જયંતિ સ્થળે લોકોનો ભારે ઉત્સાહ

રાજકોટ, તા.૧૫: ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત પહોંચતા તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. સુરતમાં વસતા બિહારના ૨૦ હાજર જેટલા લોકો વડા પ્રધાનનું સ્વાગત કરવા ઈચ્છા જાહેર કરતા વડા પ્રધાન એરપોર્ટ બહાર જવા સહમત થયા હતા. કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ તથા હર્ષભાઈ સંઘવીએ આ લાગણી પહોંચાડતા આ નિર્ણય કરાયો હતો. અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત સહીત દેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીમાં પણ જોડાશે. સાથે જ દેવમોગરા જઈ યાહામોગી માતાના મંદિરે પૂજા અર્ચન પણ કરશે. આ સાથે જ આજે અંત્રોલી પહોંચ્યા છે. હેલિકોપ્ટર દ્વારા તેઓ અંત્રોલી પહોંચી અને બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા છે.
સુરત એરપોર્ટ પર તેમનું અધિકારીઓ અને મેયર દ્વારા PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે સ્વાગત કર્યું હતું. જ્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ નિયોલ હેલિપેડ ખાતે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
