News of Saturday, 15th November 2025
ફરીદાબાદ આતંકી મોડ્યુલ કેસમાં મોટી કાર્યવાહી: દિલ્હી પોલીસે અલ ફલાહ યુનિવર્સિટીના વધુ બે ડોક્ટરોની ધરપકડ કરી

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરીદાબાદ આતંકી મોડ્યુલ કેસમાં તપાસનો દોર લંબાવતા હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા વધુ બે ડોક્ટરોની ધરપકડ કરી છે. આ ગંભીર કાર્યવાહીથી આ કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને શૈક્ષણિક સંસ્થાની સંડોવણીથી ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા બંને ડોકટરો પર આતંકી મોડ્યુલને ગુપ્ત રીતે મદદ કરવા, તબીબી સહાય પૂરી પાડવા અને સંસાધનોની વ્યવસ્થા કરવાનો આરોપ છે. અગાઉ પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન આ બંનેના નામ સામે આવ્યા હતા. દિલ્હી પોલીસ આ મોડ્યુલના નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય શંકાસ્પદોની પણ શોધખોળ ચાલુ છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
