<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

બિહારની જનતાએ જાતિવાદની રાજનીતિને સંપૂર્ણપણે નકારી દીધી: નરેન્દ્રભાઈ

વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, "બિહારની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને માત્ર વિકાસ જોઈએ છે, જાતિવાદ નહીં."

સુરત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે બિહારની જનતાએ જાતિ આધારિત રાજનીતિને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સુરતમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોરના બુલેટ ટ્રેન સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન તેમણે આ વાત કહી હતી.
વડાપ્રધાને વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, "બિહારની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને માત્ર વિકાસ જોઈએ છે, જાતિવાદ નહીં." 
તેમણે વધુમાં ઉમેર્યું કે, "જે લોકો આ ચૂંટણીમાં હારી ગયા છે, તેમને આ સદમામાંથી બહાર આવવામાં હજુ મહિનાઓ લાગી જશે." 
વડાપ્રધાને બિહારની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે આ વિજય વિકાસ અને સુશાસનમાં વિશ્વાસનો વિજય છે.

(7:11 PM IST)